Not Set/ જે એન સિંઘની નિવૃત્તિ પછી કોણ બનશે મુખ્ય સચિવ ? ચાલી રહી છે ગરમાગરમ ચર્ચા

ગુજરાત સરકારના માનીતા રહેલા ચીફ સેક્રેટરી જે એન સિંઘ નિવૃત થઈ રહ્યાં છે ત્યારે તેમની જગ્યાએ કોણ આવશે તેની ચર્ચા ચાલી રહી છે.મુખ્ય સચિવ જે.એન.સિંઘ 31 મેના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે અને સરકારે નવા ચીફ સેક્રેટરી તરીકે કોને મુકવા તેનો નિર્ણય લેવાનો છે ત્યારે સચિવાલય અને IAS વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી છે. […]

Top Stories Gujarat Others Videos
gshassc 17 જે એન સિંઘની નિવૃત્તિ પછી કોણ બનશે મુખ્ય સચિવ ? ચાલી રહી છે ગરમાગરમ ચર્ચા

ગુજરાત સરકારના માનીતા રહેલા ચીફ સેક્રેટરી જે એન સિંઘ નિવૃત થઈ રહ્યાં છે ત્યારે તેમની જગ્યાએ કોણ આવશે તેની ચર્ચા ચાલી રહી છે.મુખ્ય સચિવ જે.એન.સિંઘ 31 મેના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે અને સરકારે નવા ચીફ સેક્રેટરી તરીકે કોને મુકવા તેનો નિર્ણય લેવાનો છે ત્યારે સચિવાલય અને IAS વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી છે.

એવું માનવામાં આવે છે કે જે એન સિંઘના અનુગામી તરીકે સીનયર આઇએસ અરવિંદ અગ્રવાલ અને અનિલ મુકિમને મુખ્ય સચિવ બનાવવામાં આવી શકે છે.આ બે સિવાય ત્રીજા સિનિયર ઓફિસર પૂનમ પરમારનું નામ પણ રેસમાં છે.

જો કે સૂત્રો એવું પણ કહે છે કે જે એન સિંઘનો અનુભવ અને સરકાર પ્રત્યેની વફાદારી જોતા તેમને નિવૃત્તિ બાદ પણ ત્રણ મહિનાનું એક્સટેન્શન મળી શકે છે.
ગુજરાત સરકાર અંતિમ નિર્ણય લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ મુખ્ય સચિવ કોને બનાવવા તે અંગે નિર્ણય લેશે.