Not Set/ હાઈકોર્ટની લાલ આંખ બાદ બીજા જ દિવસે AMC એ રજુ કર્યું ૬૫૦૦ કરોડ રૂપિયાનું બજેટ

અમદાવાદ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી નાણાકીય વર્ષ ૨૦૧૮-૨૦૧૯ માટે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. AMC દ્વારા કુલ ૬૫૦૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ૬૫૦૦ કરોડ રૂપિયાના બજેટમાં શહેરીજનો પર કોઈ વધારાનો ટેક્સ જીકવામાં આવ્યો નથી. જયારે બીજી બાજુ આગામી વર્ષમાં AMC દ્વારા શહેરની ટ્રાફિક સમસ્યા  રસ્તા અને પુલ ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર તેમજ રોડની ક્વોલિટી […]

Top Stories
1861342 હાઈકોર્ટની લાલ આંખ બાદ બીજા જ દિવસે AMC એ રજુ કર્યું ૬૫૦૦ કરોડ રૂપિયાનું બજેટ

અમદાવાદ.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી નાણાકીય વર્ષ ૨૦૧૮-૨૦૧૯ માટે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. AMC દ્વારા કુલ ૬૫૦૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ૬૫૦૦ કરોડ રૂપિયાના બજેટમાં શહેરીજનો પર કોઈ વધારાનો ટેક્સ જીકવામાં આવ્યો નથી. જયારે બીજી બાજુ આગામી વર્ષમાં AMC દ્વારા શહેરની ટ્રાફિક સમસ્યા  રસ્તા અને પુલ ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર તેમજ રોડની ક્વોલિટી સુધારવા માટે સુઘડ આયોજન કરવામાં આવ્યું છે.

જયારે મહત્વનું છે કે, એક દિવસ પહેલા જ હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લાલ આંખ બતાવી હતી અને AMC દ્વારા જરૂરી કાર્યવાહી ન કરવામાં આવતા જજોની એક કમિટી બનાવવાનુ સૂચન કર્યું હતું. ત્યારબાદ બીજા જ દિવસે AMC દ્વારા કરોડો રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

AMC દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં આ કામો માટે નાણા ફાળવવામાં આવ્યા છે.

  • વર્ષ ૨૦૧૮-૨૦૧૯નું 6500 કરોડ બજેટ રજૂ
  • આ બજેટમાં ટેક્સના વેરામાં કોઈ વધારો નહીં તેમજ વાહન ટેકસ પણ યથાવત્ રાખવામાં આવ્યો છે.
  • રેવન્યુ બજેટ ૩૨૦૦ કરોડ
  • કેપિટલ બજેટ ૩૩૦૦ કરોડ
  • રસ્તા અને પુલ માટે ૬૧૧ કરોડ
    ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર માટે ૪૬૫ કરોડ
  • પાણીની સુવિધા માટે ૪૩૮ કરોડ
  • આવાસ અને માળખાગત સુવિધા માટે ૨૭૨ કરોડ
  • જમીન મકાન માટે ૨૨૮ કરોડ
  • જાહેર સુવિધા માટે ૧૨૩ કરોડ
  • ગ્રાન્ટના કામો માટે ૨૦૯ કરોડ
  • શહેરની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પ્રાધાન્ય આપવામાં આવશે.
  • નારણપુરા ખાતે કેન્દ્ર સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સહયોગથી 85 કરોડનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ ઉભું કરવામાં આવશે
  • સાબરમતી રિવરફ્રંટના વિકાસ માટે ૮૮૫ કરોડ
  • બ્રિજ માટે નહેરુનગર સર્કલ પર થ્રી લેયર બ્રિજ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે.
  • એ.એમ.ટી.એસ. ના વિકાસ માટે ૩૫૫ કરોડ
  •  પબ્લીક ટ્રાન્સનપોર્ટમાં ઇલેક્ટ્રિક વાહન માટે ૮૫ કરોડ રૂપિયા
  • ૩ લેયર ફલાય ઓવર બ્રિજ નહેરૂનગર અને પાલડી જક્શન પર બનશે.
  • પુરના અથવા કુદરતી આફતના સમયમાં ફ્લડ મોનીટરીંગ માટે ૧૦ કરોડની જોગવાઈ
  •  જલવિહાર, શંકરભુવન, વિઝોલ, વાસણા, લાંભાતળાવ, પીરાણા ખાતે નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે.
  • હાઉસિંગ ફોર ઓલ માટે ૨૦૨૨ અંતર્ગત ૩૫૦૦૦ આવાસ વધારશે.
  • ગોતા ગોધવી કેનાલ ડેવલોપમેન્ટ કરવામાં આવશે.
  • બીઆરટીએસની નવી ૮૦ એર કન્ડિશન cng બસ ફાળવવામાં આવશે.