Not Set/ વ્યાજના ખપ્પરમાં હોમાયો પરિવાર, પોલીસ સ્ટેશનમાં કર્યો આપઘાતનો પ્રયાસ

અમદાવાદ, શહેરના સરદારનગર વિસ્તારમાં વ્યાજખોરોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં આખેઆખો એક પરીવાર તેનો ભોગ બન્યા હોવાનુ સામે આવ્યુ છે.રાજુભાઈ ખટવાણી અને તેના પરીવારે 20 હજારની રકમ 25 ટકા વ્યાજે લીધી હોવાનુ સામે આવ્યુ છે જેમાં તેમણે જણાવ્યા પ્રમાણે રુપીયાની ચુકવણી કર્યા છતા તેમના પર વધુ ને વધુ રકમની ઉઘરાણી ચાલુ રહીહતી. […]

Ahmedabad Gujarat
qpp 6 વ્યાજના ખપ્પરમાં હોમાયો પરિવાર, પોલીસ સ્ટેશનમાં કર્યો આપઘાતનો પ્રયાસ

અમદાવાદ,

શહેરના સરદારનગર વિસ્તારમાં વ્યાજખોરોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં આખેઆખો એક પરીવાર તેનો ભોગ બન્યા હોવાનુ સામે આવ્યુ છે.રાજુભાઈ ખટવાણી અને તેના પરીવારે 20 હજારની રકમ 25 ટકા વ્યાજે લીધી હોવાનુ સામે આવ્યુ છે જેમાં તેમણે જણાવ્યા પ્રમાણે રુપીયાની ચુકવણી કર્યા છતા તેમના પર વધુ ને વધુ રકમની ઉઘરાણી ચાલુ રહીહતી.

તેમણે વ્યાજખોરો પર ફરીયાદ કરતા તેમણે ફરીયાદ પાછી ખેચવા દબાણ લાવ્યા જો કે ફરીયાદ પાછી ન ખેચાતા રાજુભાઈ ખટવાણી અને તેના પરીવાર પર તે લોકો વતી લુટની ખોટી ફરીયાદ કરાવવામા આવી હોવાનો તેમણે આક્સેપ કર્યો છે અને તે ફરીયાદને આધારે પોલીસે રાજુભાઈ ખટવાણી સહીત તેના પુત્ર અને પત્નીને અરેસ્ટ કરી લેતા રાજુભાઈને લાગી આવતા તેમણે સળગી જઈ સરદારનગર પોલીસ મથકમાં સ્યુસાઈડ કરવા પ્રય્તન કર્યો અને હાલ તેઓને સારવાર માટે સીવીલ ખસેડાયા છે

તેમનો દિકરો મનીશ હાલ  કોર્ટના ધક્કા ખાતો થઈ ગયો છે અને તેની માતા અને અન્ય ભાઈ પણ પોલીસ કસ્ટડીમાં છે.. એટલે વ્યાજના ખપ્પરમાં આ ખટવાણી પરીવાર પર હાલ આભ તુટી પડ્યુ છે. એટલે કે આ કિસ્સો હાલ સમાજ માટે લાલબત્તી સમાંન બની રહ્યો છે.ખટવાણી પરીવારે હાલ કોર્ટની શરણ લીધી છે અને પોલીસ કમીશ્નરને આ બાબતે અરજી કરી હવે કોર્ટમાં ફરીયાદ કરવા તજવીજ હાથ ધરી છે.