Not Set/ અ’વાદ: કોંગ્રેસ કેમ્પેઇન કમિટિની મળી બેઠક,લેવાયા મહત્વના નિર્ણયો

અમદાવાદ, અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ કેમ્પેઇન કમિટિની બેઠક મળી હતી. બેઠકમાં ચૂંટણી સમિતિનાં સભ્ય સિધ્ધાર્થ પટેલ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર. જયરાજસિંહ પરમાર સહીતનાં સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીને લઇને મહત્વના નિર્ણયો લેવાયા. બેઠક મામલે ચૂંટણી સમિતિના સભ્ય સિધ્ધાર્થ પટેલે માહિતી આપતા જણાવ્યુ હતુ કે લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ હરકતમાં આવી ગઇ છે. […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 172 અ'વાદ: કોંગ્રેસ કેમ્પેઇન કમિટિની મળી બેઠક,લેવાયા મહત્વના નિર્ણયો

અમદાવાદ,

અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ કેમ્પેઇન કમિટિની બેઠક મળી હતી. બેઠકમાં ચૂંટણી સમિતિનાં સભ્ય સિધ્ધાર્થ પટેલ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર. જયરાજસિંહ પરમાર સહીતનાં સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આગામી લોકસભાની ચૂંટણીને લઇને મહત્વના નિર્ણયો લેવાયા. બેઠક મામલે ચૂંટણી સમિતિના સભ્ય સિધ્ધાર્થ પટેલે માહિતી આપતા જણાવ્યુ હતુ કે લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ હરકતમાં આવી ગઇ છે.

બેઠકમાં ક્યા મુદ્દાને લઇને ક્યાથી પ્રચાર કરવો તે અંગેની ચર્ચા કરવામાં આવી. રાજ્યમાં 500 જેટલી સભાઓ કરવામાં આવશે. એક વિધાનસભા દિઠ ત્રણ સભા કરવામાં આવશે.

મહિલાઓ અને યુવાનો માટે વિશેષ કાર્યક્રમ યોજાશે. આ અંગેની કામગીરી આગામી ચાર દિવસોમાં શરૂ કરવામાં આવશે. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત બાદ કોંગ્રેસ ચૂંટણી પ્રચારનો શરૂઆત કરશે.