Not Set/ દર્દી દ્વારા રકઝક થતાં સફાઈ કામદાર મહિલાને માર મરાયો, ટ્રોમા વોર્ડમાં ઈજાગ્રસ્ત મહિલા

અમદાવાદ અમદાવાદમાં આવેલી એલજી હોસ્પિટલમાં સફાઈ કામદાર મહિલાને બે મહિલા દર્દી દ્વારા માર મારવામાં આવ્યો હતો. છેલ્લા 10 વર્ષથી આ સફાઈ કામદાર મહિલા એલ જી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. આ સફાઈ કામદાર મહિલા બે પેશન્ટોને સોનોગ્રાફી કરાવવા માટે અલગ અલગ વોર્ડમાં લાવી હતી. આ દરિમયાન એક પેશન્ટ સાથે થોડી રકઝક થઈ હતી. જેને કારણે પેશન્ટ […]

Ahmedabad Gujarat Trending
lg દર્દી દ્વારા રકઝક થતાં સફાઈ કામદાર મહિલાને માર મરાયો, ટ્રોમા વોર્ડમાં ઈજાગ્રસ્ત મહિલા

અમદાવાદ

અમદાવાદમાં આવેલી એલજી હોસ્પિટલમાં સફાઈ કામદાર મહિલાને બે મહિલા દર્દી દ્વારા માર મારવામાં આવ્યો હતો. છેલ્લા 10 વર્ષથી આ સફાઈ કામદાર મહિલા એલ જી હોસ્પિટલમાં ફરજ બજાવે છે.

આ સફાઈ કામદાર મહિલા બે પેશન્ટોને સોનોગ્રાફી કરાવવા માટે અલગ અલગ વોર્ડમાં લાવી હતી. આ દરિમયાન એક પેશન્ટ સાથે થોડી રકઝક થઈ હતી. જેને કારણે પેશન્ટ દ્વારા સફાઈ કામદાર મહિલાને ગડદાપાટુનો માર મારીને તેના વાળ ખેંચી નાંખવામાં આવ્યા હતાં. તેવો સફાઈ કામદાર મહિલાએ આક્ષેપ કર્યો હતો.

મારને કારણે આ મહિલા બેભાન થઈ ગઈ હતી. જેથી તેને તાત્કાલિક એલ જી હોસ્પિટલમાં જ સારવાર આપવામાં આવી હતી.. હાલ તો આ મહિલાની તબિયત સુધારા પર છે. આ ઘટનાને લઈને મહિલાએ ફરિયાદ નોંધાવી છે.