Not Set/ રેપ અને અનામત જેવા સળગતા ઇસ્યુને લઈને હવે કરણી સેના મેદાનમાં, ગાંધીનગરમાં મહારેલીનું આયોજન

ગાંધીનગરમાં જુદી જુદી ચાર માગણીઓને લઈને શ્રી રાષ્ટ્રીય રાજપૂતકરણી સેના દ્વારા મહાસભા અને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ગાયને ગૌ માતા જાહેર કરવા, એટ્રોસીટી મુદ્દે સંવૈધાનિક સંશોધનની માંગણી અને આરક્ષણની સમીક્ષા તેમજ બળાત્કાર મુક્ત ભારત દેશ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાશે. રેલીને લઇને મોટી માત્રામાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે. રાજપૂતકરણી સેના ગાંધીનગરના ઇન્ફોસિટીથી રેલી […]

Top Stories Gujarat
mahi a 7 રેપ અને અનામત જેવા સળગતા ઇસ્યુને લઈને હવે કરણી સેના મેદાનમાં, ગાંધીનગરમાં મહારેલીનું આયોજન

ગાંધીનગરમાં જુદી જુદી ચાર માગણીઓને લઈને શ્રી રાષ્ટ્રીય રાજપૂતકરણી સેના દ્વારા મહાસભા અને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાયને ગૌ માતા જાહેર કરવા, એટ્રોસીટી મુદ્દે સંવૈધાનિક સંશોધનની માંગણી અને આરક્ષણની સમીક્ષા તેમજ બળાત્કાર મુક્ત ભારત દેશ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાશે. રેલીને લઇને મોટી માત્રામાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે.

રાજપૂતકરણી સેના ગાંધીનગરના ઇન્ફોસિટીથી રેલી સ્વરૂપે નીકળીને રામકથા મેદાન પર ભેગા થશે. કરણી સેનાના રાજ શેખવાતે જણાવ્યું કે SC-ST સમાજને ન્યાય મળે તેનાથી અમને વાંચો નથી પરંતુ સવર્ણ સમાજ માટે કોઈએ તો અવાજ ઉઠાવવો પડશે.અમારા માંગણી રાષ્ટ્રહીતમાં છે, તમામ સમાજનું સમર્થન છે. પાટીદાર, બ્રાહ્મણ સમાજ, ચારણ સમાજ સૌનો સહકાર છે. રાજ્યના છેવાડાથી આવેલા લોકો અમે રામકથા મેદાનમાં એકઠાં થઈશું અને અમે સરકારને આવેદન આપીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.