Not Set/ ગોતા બ્રિજ પાસે રેતી ભરેલી ટ્રક દુકાનોમાં ઘૂસી જતાં એક વ્યક્તિનું મોત

અમદાવાદ: શહેરના ગોતા બ્રિજ પરથી માંતેલા સાંઢની જેમ પસાર થઈ રહેલી રેતી ભરેલી ટ્રક રોડ સાઈડની દુકાનોમાં ઘૂસી ગઈ હતી. જેના કારણે દુકાનમાં સુઈ રહેલ એક સિક્યોરિટી ગાર્ડ ટ્રક નીચે આવી જતાં તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતની ઘટના બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. આ અંગે પ્રાપ્ત […]

Ahmedabad Gujarat
One person died after hit by trucks near Gota bridge

અમદાવાદ: શહેરના ગોતા બ્રિજ પરથી માંતેલા સાંઢની જેમ પસાર થઈ રહેલી રેતી ભરેલી ટ્રક રોડ સાઈડની દુકાનોમાં ઘૂસી ગઈ હતી. જેના કારણે દુકાનમાં સુઈ રહેલ એક સિક્યોરિટી ગાર્ડ ટ્રક નીચે આવી જતાં તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતની ઘટના બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરના એસજી હાઈવે પર શુક્રવારે મોડી રાત્રીના અડાલજ તરફથી એક રેતી ભરેલી ટ્રક બેફામ ગતિએ આવી રહી હતી. આ ટ્રક ગોતા બ્રિજ પરથી નીચે ઉતરી રહી હતી ત્યારે ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી પોતાનો કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે આ રેતી ભરેલી ટ્રક રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને રોડની સાઈડ પર આવેલ એક કારના સર્વિસ સ્ટેશનની દિવાલ તોડીને કોફી અને પાન પાર્લરની દુકાનોમાં ઘૂસી ગઈ હતી.

માંતેલા સાંઢની જેમ ધસી આવેલી ટ્રક દુકાનમાં સુઈ રહેલા ઓમપ્રકાશ પાંડે નામના સિક્યુરિટી ગાર્ડની ઉપર ફરી વળી હતી. જેના કારણે સિક્યુરિટી ગાર્ડ ઓમપ્રકાશ પાંડેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ અકસ્માતની ઘટના સર્જ્યા બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને તાત્કાલિક રફ્ફુચક્કર થઈ ગયો હતો.

આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા તુરંત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને અકસ્માતમાં મૃત્યુ પામેલા સિક્યુરિટી ગાર્ડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા ટ્રકની તલાશી લેવામાં આવી હતી. આ તલાશી દરમિયાન ટ્રકમાંથી પોલીસને બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે આ બે મોબાઈલ ફોન કબજે કરીને મોબાઈલ ફોનના આધારે આરોપી ટ્રક ચાલક અને ટ્રકના માલિકને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.