Not Set/ કૌભાંડી વિનય શાહ, પત્ની ભાર્ગવી શાહ સહીત સાગરીતોની તમામ મિલકતો થશે સ્થગિત

સીઆઈડી ક્રાઈમ દ્વારા કૌભાંડી વિનય શાહ તેની પત્ની ભાર્ગવી શાહ, દાનસિંહ વાળા, અને પ્રગતિબેન વ્યાસની માલિકીની તમામ મિલકતો ઉપરાંત તેમના પરિવારના ત્રણ સભ્યોની મિલકત તેમજ બે કંપનીની મિલકતોને સ્થગિત કરવા માટે સત્તાવાળાઓને જાણ કરી છે. બીજીતરફ કૌભાંડી વિનય શાહની માલિકીની અન્ય કંપની ડીજી લોકલ્સ 297 સભ્યની યાદી હસ્તગત કરી છે જેમાં વિનય શાહ અને અન્યોએ લોકો પાસેથી રૂ. […]

Top Stories Ahmedabad Gujarat
18 1542919937 કૌભાંડી વિનય શાહ, પત્ની ભાર્ગવી શાહ સહીત સાગરીતોની તમામ મિલકતો થશે સ્થગિત

સીઆઈડી ક્રાઈમ દ્વારા કૌભાંડી વિનય શાહ તેની પત્ની ભાર્ગવી શાહ, દાનસિંહ વાળા, અને પ્રગતિબેન વ્યાસની માલિકીની તમામ મિલકતો ઉપરાંત તેમના પરિવારના ત્રણ સભ્યોની મિલકત તેમજ બે કંપનીની મિલકતોને સ્થગિત કરવા માટે સત્તાવાળાઓને જાણ કરી છે.

બીજીતરફ કૌભાંડી વિનય શાહની માલિકીની અન્ય કંપની ડીજી લોકલ્સ 297 સભ્યની યાદી હસ્તગત કરી છે જેમાં વિનય શાહ અને અન્યોએ લોકો પાસેથી રૂ. 2.23 કરોડથી વધુ રકમ રોકાણ પેટે મેળવ્યા હોવાનું બહાર આવ્યું છે.

આર્ચરકેરના વિનય શાહ તેની પત્ની ભાર્ગવી શાહ, દાનસિંહ વાળા અને પ્રગતિબેન વ્યાસ સામે દાખલ કરાયેલા ગુના બાદ ચાલી રહેલી તપાસમાં આ ચારે વ્યક્તિઓએ લોકોના રોકાણના પૈસામાંથી મિલકતો વસાવ્યા હોવાનું જણાતા ચારેયની મિલકતો અન્ય કોઈ વ્યક્તિને વેચાણ કરી શકાય નહીં તે માટે સ્થગિત કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસે વિનય શાહની માલિકીની ડીજી લોકલ્સ કંપનીના 297 સભ્યોની યાદી હસ્તગત કરી છે જેમાં લોકો પાસેથી ઊંચા વળતરની લાલચ આપી વિનય તથા અન્યો એ રૂ. 2.23 કરોડનું ધિરાણ કરાવ્યાનું બહાર આવ્યું છે.