Not Set/ અમદાવાદ : પિતાએ 25 લાખ રૂપિયા ન આપતા પુત્રે આપી જાનથી મારી નાખવાની ધમકી

અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા અને શેરબજારમાં વ્યવસાય કરતાં શ્રીકાંત ગુપ્તાના પુત્ર સજલ ગુપ્તાએ તેના જ પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જો તેઓ સાંજ સુધીમાં તેને 25 લાખ રૂપિયા નહીં આપે તો તેમને જાનથી મારી નાંખશે. જણાવી દઈએ કે, સજલ ગુપ્તા પોતે બેરોજગાર છે. તેના પિતા પાસેથી પહેલા પણ 16 લાખ રૂપિયા પડાવી ચુક્યો […]

Top Stories Ahmedabad Gujarat
threatening man knife.7e40a0f0b2eb2aed7290860c1acda69e અમદાવાદ : પિતાએ 25 લાખ રૂપિયા ન આપતા પુત્રે આપી જાનથી મારી નાખવાની ધમકી

અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા અને શેરબજારમાં વ્યવસાય કરતાં શ્રીકાંત ગુપ્તાના પુત્ર સજલ ગુપ્તાએ તેના જ પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જો તેઓ સાંજ સુધીમાં તેને 25 લાખ રૂપિયા નહીં આપે તો તેમને જાનથી મારી નાંખશે.

જણાવી દઈએ કે, સજલ ગુપ્તા પોતે બેરોજગાર છે. તેના પિતા પાસેથી પહેલા પણ 16 લાખ રૂપિયા પડાવી ચુક્યો છે. સજલ ગુપ્તા તેના પિતાને અવારનવાર ધમકી આપી પૈસા પડાવી જાય છે. તેની સાથે સમજૂતી કરાર કરી શ્રીકાંત ગુપ્તાએ તેને 16 લાખ રૂપિયા આપ્યા હતા. શ્રીકાંત ગુપ્તાએ તેની મિલકતમાં સજલનો કોઇ હક્ક હિસ્સો નથી તેવો સમજૂતી કરાર પણ કરેલો છે.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પિતાએ પુત્ર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. પુત્ર પિતાના કહ્યામાં નથી રહ્યો અને કોઈ કામ ધંધો કરતો નથી તેમજ પિતાને પુત્રથી જોખમ હોવાને લઇ તેની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે.