Not Set/ ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલને સુપ્રીમ કોર્ટનો ઝટકો, FRC મુજબ ફી લેવા સ્કૂલ સંચાલકોને આદેશ

અમદાવાદ, અમદાવાદની ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્કૂલ સંચાલકોને એફઆરસી મુજબ ફી સ્વીકારવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે વાલીઓની તરફેણમાં ચુકાદો આપતા રાહત આપી છે. નોંધનીય છેકે ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનૅશનલ સ્કૂલે 32 વિદ્યાર્થીઓના એડમિશન અટકાવી દીધા હતા. છેલ્લા દોઢ વર્ષથી સ્કૂલના વાલીઓ બેફામ વસુલવામાં આવતી ફી વિરુદ્ધ લડત […]

Ahmedabad Gujarat
703292 supreme court 02 1 ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલને સુપ્રીમ કોર્ટનો ઝટકો, FRC મુજબ ફી લેવા સ્કૂલ સંચાલકોને આદેશ

અમદાવાદ,

અમદાવાદની ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્કૂલ સંચાલકોને એફઆરસી મુજબ ફી સ્વીકારવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે વાલીઓની તરફેણમાં ચુકાદો આપતા રાહત આપી છે. નોંધનીય છેકે ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનૅશનલ સ્કૂલે 32 વિદ્યાર્થીઓના એડમિશન અટકાવી દીધા હતા. છેલ્લા દોઢ વર્ષથી સ્કૂલના વાલીઓ બેફામ વસુલવામાં આવતી ફી વિરુદ્ધ લડત લડી રહ્યા હતા, જેના પગલે આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં એસ.એ બોબડે અને અબ્દુલ નઝરી ઘ્વારા સ્કૂલને તાકીદ કરાઈ હતી કે તમે શૈક્ષણિક સંસ્થા છો નઈ કે વેપારી. સુપ્રીમ કોર્ટે વાલીઓને રાહત આપતો ચુકાદો આપ્યા બાદ વાલીઓ શાળા ખાતે એકત્રિત થઈ ગયા હતા અને પોતાની જીતની ઉજવણી કરી હતી.