Not Set/ અમદાવાદમાં ચોરોનું રાજ, પ્રજા નારાજ, પોલીસ પરેશાન

અમદાવાદના રામોલ વિસ્તારમાં એક જ દિવસમાં ત્રણ વાહન ચોરીની ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં પોલીસ ની ગાડીઓ દોડતી થઇ ગઇ છે. મેગા સિટી અમદાવાદમાં પોલીસનો ખોફ અસમાજિક તત્વો માં ઓછો થતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં દરરોજ સામાન્ય બાબતે મારામારી અને હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. એટલું જ નહિ અમદાવાદના મોટા ભાગના […]

Ahmedabad Gujarat
ચોરી અમદાવાદમાં ચોરોનું રાજ, પ્રજા નારાજ, પોલીસ પરેશાન

અમદાવાદના રામોલ વિસ્તારમાં એક જ દિવસમાં ત્રણ વાહન ચોરીની ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં પોલીસ ની ગાડીઓ દોડતી થઇ ગઇ છે.

મેગા સિટી અમદાવાદમાં પોલીસનો ખોફ અસમાજિક તત્વો માં ઓછો થતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં દરરોજ સામાન્ય બાબતે મારામારી અને હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. એટલું જ નહિ અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં પોલીસ ની જુદી જુદી ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ પણ કરાઈ રહ્યું છે. અને અસામાજિક તત્વોને પકડીને તેમને કાયદાનું ભાન પણ કરાઈ રહ્યા છે.

જો કે, ગુનાખોરી ઠેર ની ઠેર જ છે , તેમાં કોઈ પણ જાતનો ઘટાડો જોવા મળી રહ્યો નથી. અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરીના કિસ્સામાં ખૂબ જ વધારો થયો છે. ઓફીસ કે ઘરની બહાર સાઈડ લોક મારીને પાર્ક કરેલ વાહનોના લોક તોડીને તસ્કરો વાહનોની ચોરી કરી રહ્યા છે.

જો વાત કરીએ તો ગઈ કાલે પણ અમદાવાદના રામોલ વિસ્તારમાં એક દિવસમાં ત્રણ જુદા જુદા વાહનો ચોરાયા હતા. જેમાંથી બે એક્ટિવા અને એક બાઈક ચોરાઈ હતી. એક જ વિસ્તારમાં ત્રણ વાહનો ચોરાઈ જતાં લોકોમાં પોલીસની કામગીરીને લઈને અનેક સવાલો ઉભા થયા હતા. પોલીસે કરેલા પેટ્રોલિંગ અને વાહન ચોરીના દાવા પોકળ સાબિત થયા હોય તેવું રામોલમાં વાહન ચોરીના કિસ્સાને જોતા લાગી રહ્યું છે.

………રીઝવાન શેખ 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.