Not Set/ અમદાવાદ: પોલીસ દ્વારા નવતર અભિયાન, ફૂટપાથ પર રહેતા બાળકોને આપે છે અક્ષરજ્ઞાન

અમદાવાદ, રમશે ગુજરાત ભણશે ગુજરાતનાં સૂત્રને અમદાવાદ શહેરની ટ્રાફિક પોલીસ સાર્થક કરી રહી છે. પકવાન ચાર રસ્તા પાસે ફરજ બજાવી રહેલી ટ્રાફિક પોલીસ દ્વારા એક નવતર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ મહિનાથી ફૂટપાથ પર રહેતા બાળકોને અક્ષરજ્ઞાન સાથે રમતગમત રમાડવામાં આવે છે. એટલે કે જ્ઞાન સાથે ગમ્મત આપવામાં આવે છે. આસપાસની ઝૂંપડપટ્ટીમાં રહેતા […]

Top Stories Ahmedabad Trending Videos
vadodara doctor 1 અમદાવાદ: પોલીસ દ્વારા નવતર અભિયાન, ફૂટપાથ પર રહેતા બાળકોને આપે છે અક્ષરજ્ઞાન

અમદાવાદ,

રમશે ગુજરાત ભણશે ગુજરાતનાં સૂત્રને અમદાવાદ શહેરની ટ્રાફિક પોલીસ સાર્થક કરી રહી છે. પકવાન ચાર રસ્તા પાસે ફરજ બજાવી રહેલી ટ્રાફિક પોલીસ દ્વારા એક નવતર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

છેલ્લા ત્રણ મહિનાથી ફૂટપાથ પર રહેતા બાળકોને અક્ષરજ્ઞાન સાથે રમતગમત રમાડવામાં આવે છે. એટલે કે જ્ઞાન સાથે ગમ્મત આપવામાં આવે છે.

આસપાસની ઝૂંપડપટ્ટીમાં રહેતા 30 જેટલા બાળકોને શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા સવારે આઠ કલાકે અમદાવાદના પકવાન ચાર રસ્તા પાસે ટ્રાફિક બુથ લાવવામાં આવે છે અને બપોરનાં 12 કલાક સુધી રોજ શિક્ષણ આપવામાં આવે છે.

ટ્રાફિક પોલીસનાં આ અભિયાનને લોકોનું સમર્થન મળી રહ્યું છે. શહેરમાં દાતાઓ દ્વારા પણ આ અભિયાનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દાતાઓ દ્વારા બાળકોને પુસ્તકો, પેનો, પેન્સિલો સહિતની અભ્યાસ માટેની જરુરી સુવિધા આપવામાં આવી રહી છે. પોલીસનાં  આ પ્રશંસનિય પગલાને જનતા તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.