Not Set/ અમદાવાદ: તિક્ષ્ણ હથિયાર વડે યુવકની નિર્મમ હત્યા

અમદાવાદ, અમદાવાદના જુનાવાડજમાં હત્યા થતાં ચકચાર મચી જવા પામી હતી. આ હત્યા પૈસાની લેતી દેતી મામલે થઇ હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, હત્યા કરનાર ત્રણ જેટલા આરોપીની હાલ તો પોલીસ દ્વારા અટકાયત કરાઇ છે. મળતી માહિતી મુજબ જુનાવાડજમાં ગાંધીનગર ટેકરા નામનો વિસ્તાર આવેલો છે. જ્યાં 10 વાગ્યાની આસપાસ કેટલાક અજાણ્યા ઇસમો આવ્યા હતા […]

Ahmedabad Top Stories
ahmd અમદાવાદ: તિક્ષ્ણ હથિયાર વડે યુવકની નિર્મમ હત્યા

અમદાવાદ,

અમદાવાદના જુનાવાડજમાં હત્યા થતાં ચકચાર મચી જવા પામી હતી. આ હત્યા પૈસાની લેતી દેતી મામલે થઇ હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, હત્યા કરનાર ત્રણ જેટલા આરોપીની હાલ તો પોલીસ દ્વારા અટકાયત કરાઇ છે.

મળતી માહિતી મુજબ જુનાવાડજમાં ગાંધીનગર ટેકરા નામનો વિસ્તાર આવેલો છે. જ્યાં 10 વાગ્યાની આસપાસ કેટલાક અજાણ્યા ઇસમો આવ્યા હતા અને જેમ ફાવે તેમ ગાળો ભાંડીને યુવકના ઘરમાં તોડફોડ કરી હતી. જેથી આ યુવાને આ અજાણ્યા ઇસમોને શાંતિથી વાત કરવા માટે જણાવ્યું હતું. પરંતુ રોષે ભરાયેલા ઇસમોએ આ યુવકને છાતીના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. ત્રણ થી ચાર જેટલા છરીના ઘા ઝીંકતા યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.

મૃતક યુવકના પિતાનું કહેવું છે કે જયારે અમે ઘરમાં જમવાં માટે બેઠા હતા તે સમયે ત્રણ થી ચાર લોકો ઘરમાં ઘુસી આવ્યા અને તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કર્યો જેમાં સંજુ નામનો યુવક અને તેના સાથીઓ પણ હતા સાથે  એક મહિલા પણ સામેલ હતી.

વાડજ પોલીસ સ્ટેશનના પી.આઇ જી.આર રાઠવાના જણાવ્યા મુજબ પૈસાની લેતીદેતીના મામલામાં ત્રણ આરોપીએ જુનાવાડજમાં ગાંધીનગર ટેકરા પાસે મરનાર ભાઈ સાથે પૈસાની લેતીદેતી મામલે ઝપાઝપી થઇ હતી જેમાં મરનાર યુવકના છાતીના ભાગમાં ત્રણ-ચાર જેવા તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા તે પછી તેને સારવાર દરમિયાન મૃત જાહેર કરવામાં આવ્યો. આ ઝપાઝપીમાં મૃતકના પિતાને અને બે આરોપીઓને પણ ઈજા પહોંચી હતી જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ એફએસએલ સાથે મળીને વધુ તપાસ હાથધરી છે.

આ અજાણ્યા ઇસમોએ એટલી બેરહમી પૂર્વક એટેક કર્યો હતો કે ઘરની અંદર લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતા. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા.