Not Set/ અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી અને વિપક્ષ નેતા સહિત 11 લોકો ચીફ કોર્ટમાં હાજર રહ્યા

અમરેલી, આવતીકાલે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિપક્ષી નેતા પરેશ ધાનાણી સૌરાષ્ટ્ર-કચ્છના સહપ્રભારી રાજીવ સાતવ સહિતના નેતાઓ રાજકોટ આવી રહ્યાં છે. તેઓ સૌરાષ્ટ્રના સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરી કોંગ્રેસની ભાવી રણનીતિની સમજ આપશે. અમરેલીના ધારાસભ્ય અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી વિરુદ્ઘ ચીફ કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે. સાથે સાથે 11 આગેવાનો અને પાલિકા પ્રમુખ […]

Gujarat
639837 paresh dhanani અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી અને વિપક્ષ નેતા સહિત 11 લોકો ચીફ કોર્ટમાં હાજર રહ્યા

અમરેલી,

આવતીકાલે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિપક્ષી નેતા પરેશ ધાનાણી સૌરાષ્ટ્ર-કચ્છના સહપ્રભારી રાજીવ સાતવ સહિતના નેતાઓ રાજકોટ આવી રહ્યાં છે. તેઓ સૌરાષ્ટ્રના સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરી કોંગ્રેસની ભાવી રણનીતિની સમજ આપશે.

અમરેલીના ધારાસભ્ય અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી વિરુદ્ઘ ચીફ કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે. સાથે સાથે 11 આગેવાનો અને પાલિકા પ્રમુખ અલકા ગોંડલીયા સામે પણ ચીફ કોર્ટ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે. જેને પગલે પરેશ ધાનાણી સહિત 11 લોકો ચીફ કોર્ટમાં હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે, સરકાર વિરુદ્ઘ આંદોલનમાં પરેશ ધાનાણી સહિત 11 લોકોએ પૂતળાનું દહન કર્યુ  હતું, જેને પગલે તેમના વિરુદ્ઘમાં કેસ દાખલ થયો હતો. બાદમાં ચીફ કોર્ટમાં હાજર ન થતાં ચીફ કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કરીને હાજર રહેવના આદેશ આપ્યો છે.