Not Set/ અંજાર-મુદ્ઘા હાઇવે પરથી પસાર થઇ રહેલી ચાલતી ટ્રકમાં અચાનક લાગી આગ

કચ્છ વધતી જતી ગરમીને લીધે અવારનવાર આગની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે કચ્છમાં એક ચાલી રહેલી ટ્રકમાં આગ લાગી હતી. જેમાં ટ્રકચાલકનો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી મુજબ ટ્રકચાલક ટ્રક લઇને અંજાર-મુદ્ઘા હાઇવે પરથી પસાર થઇ રહ્યો હતો. આ દરમિયાન ટ્રકમાં અચાનક જ આગ ભડકી ઉઠી હતી. ગરમીને કારણે લાગેલી આ આગે ગણતરીની મિનિટોમાં […]

Gujarat
આગ અંજાર-મુદ્ઘા હાઇવે પરથી પસાર થઇ રહેલી ચાલતી ટ્રકમાં અચાનક લાગી આગ

કચ્છ

વધતી જતી ગરમીને લીધે અવારનવાર આગની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે કચ્છમાં એક ચાલી રહેલી ટ્રકમાં આગ લાગી હતી. જેમાં ટ્રકચાલકનો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી મુજબ ટ્રકચાલક ટ્રક લઇને અંજાર-મુદ્ઘા હાઇવે પરથી પસાર થઇ રહ્યો હતો. આ દરમિયાન ટ્રકમાં અચાનક જ આગ ભડકી ઉઠી હતી. ગરમીને કારણે લાગેલી આ આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

Untitled 3 અંજાર-મુદ્ઘા હાઇવે પરથી પસાર થઇ રહેલી ચાલતી ટ્રકમાં અચાનક લાગી આગ

જેથી ટ્રક આખી ભડભડ સળગી ગઇ હતી. ટ્રકમાં આગ લાગતાં દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. ઘટનાને પગલે લોકોનો ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. જો કે આ ટ્રકમાં આગ લાગતાં લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેમ કે જે ટ્રકમાં આગ લાગી તે હાઇવે પર વચ્ચે પડી હતી.

ગરમી