Not Set/ વરસાદની શરૂઆત થતા જ મધુબન ડેમના 8 દરવાજાઓ ખોલવામાં આવ્યા

રાજ્યમાં વરસાદની શરૂઆત થતા ડેમો છલકાવવાના શરૂ થયા છે.રાજ્યની જીવાદોર જેવા નર્મદા ડેમની સપાટી વધી હતી. દમણગંગા નદીની ઉપરવાસમાં આવેલા મધુબન ડેમના દરવાજા ખોલવામાં આવતાં આ નદીમાં પણ એક લાખ ક્યુસેક પાણી વહી રહ્યું છે.ઉપરવાસમાં પડી રહેલા સારાં વરસાદના પગલે તાપી જિલ્લામાં આવેલો ડોસવાડા ડેમ ઓવર ફ્લો થઈ ગયો હતો. ડોસવાડા ડેમ 123.44ની સપાટીએ ઓવર […]

Top Stories Gujarat
mahi વરસાદની શરૂઆત થતા જ મધુબન ડેમના 8 દરવાજાઓ ખોલવામાં આવ્યા

રાજ્યમાં વરસાદની શરૂઆત થતા ડેમો છલકાવવાના શરૂ થયા છે.રાજ્યની જીવાદોર જેવા નર્મદા ડેમની સપાટી વધી હતી. દમણગંગા નદીની ઉપરવાસમાં આવેલા મધુબન ડેમના દરવાજા ખોલવામાં આવતાં આ નદીમાં પણ એક લાખ ક્યુસેક પાણી વહી રહ્યું છે.ઉપરવાસમાં પડી રહેલા સારાં વરસાદના પગલે તાપી જિલ્લામાં આવેલો ડોસવાડા ડેમ ઓવર ફ્લો થઈ ગયો હતો. ડોસવાડા ડેમ 123.44ની સપાટીએ ઓવર ફ્લો થયો હતો. હાલ પાંચ ઈંચ પાણી સપાટીની ઉપરથી વહી રહ્યું છે.

બીજી તરફ મધુબનના દરવાજા ખોલવામાં આવ્યાં હતાં. આઠ દરવાજા ખોલાયા હતાં. સાથે જ સુરતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમમાં પણ નવા નીર આવ્યાં હતાં. અને ઉકાઈ ડેમની સપાટી વધીને 251.01 ઉપર પહોંચી ગઈ હતી.

સોનગઢ તાલુકાના લોકો માટે શનિવારે વહેલી સવારે ભારે વરસાદથી માત્ર બે જ કલાકમાં આઠ ઇંચ મુશળધાર વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાયા હતા.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સાથે જ નદીઓના ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેથી મીંઢોળા, અંબિકા નદી બે કાંઠે વહી રહી છે. દમણગંગા નદીની ઉપરવાસમાં આવેલા મધુબન ડેમના દરવાજા ખોલવામાં આવતાં આ નદીમાં પણ એક લાખ ક્યુસેક પાણી વહી રહ્યું છે. જેથી એક યુવક કુદરતી હાજતે ગયો તે દરમિયાન તણાતા બચાવી લેવાયો હતો. ધરમપુર ડાંગના ઉપરવાસમાં ભારે વરસાદથી કોઝ વે પાણીમાં ગરક થઈ ગયા છે. ધમરપુરમાં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે ધરમપુરના વનખંભા ગામે આવેલ પાર નદી ગાંડીતુર બની હતી.ઉપરવાસમાં પડેલ વરસાદને લઈને નદી બે કાંઠે વહેતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું.

ડોસવાડા ડેમ ઓવર ફ્લો, ઉકાઈમાં આવ્યા નવા નીર

ડેમના ઉપરવાસમાં પડી રહેલા સારાં વરસાદના પગલે તાપી જિલ્લામાં આવેલો ડોસવાડા ડેમ ઓવર ફ્લો થઈ ગયો હતો. ડોસવાડા ડેમ 123.44ની સપાટીએ ઓવર ફ્લો થયો હતો. હાલ પાંચ ઈંચ પાણી સપાટીની ઉપરથી વહી રહ્યું છે. બીજી તરફ મધુબનના દરવાજા ખોલવામાં આવ્યાં હતાં. આઠ દરવાજા ખોલાયા હતાં. સાથે જ સુરતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમમાં પણ નવા નીર આવ્યાં હતાં. અને ઉકાઈ ડેમની સપાટી વધીને 251.01 ઉપર પહોંચી ગઈ હતી.

લોકોને કરાયા સાવચેત

દક્ષિણ ગુજરાતના સોનગઢમાં 8 ઈંચ સહિત ડાંગ, વ્યારા, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં વરસાદ ત્રણ ઈંચ સુધી પડ્યો છે. જેથી તંત્ર દ્વારા નીચાણવાળા અને નદી કાંઠાના વિસ્તારોમાં લોકોને ન જવા માટે સાવધાન કરવામાં આવ્યાં છે.