Not Set/ વેલેન્ટાઇનનો વિરોધ : બજરંગ દળે કરી બબાલ, અમદાવાદમાં પ્રેમી યુગલોને ભગાડ્યા, તો સુરતમાં લીધા કંઈ આવા શપથ

અમદાવાદ, પ્રેમનું પ્રતીક ગણાતા વેલેન્ટાઇન ડેનો વિરોધ હંમેશા કટ્ટરપંથી દ્રારા થતો રહે છે.અમદાવાદમાં દર વર્ષે વેલેન્ટાઇન ડે પર રિવરફ્રન્ટ પર બજરંગદળ દ્રારા વિરોધ થાય છે.પ્રેમના તહેવાર એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે અમદાવાદ પોલીસે ઉસ્માનપુરા ખાતે આવેલો રિવરફ્રન્ટ ગાર્ડન ખાલી કરાવ્યો હતો. સાથે જ અહીં બજરંગદળના કાર્યકરોએ વેલેન્ટાઈન ડે નહીં મનાવવાને લઈને પત્રિકા વિતરણ કરી હતી. […]

Top Stories Ahmedabad Gujarat Videos
ff 7 વેલેન્ટાઇનનો વિરોધ : બજરંગ દળે કરી બબાલ, અમદાવાદમાં પ્રેમી યુગલોને ભગાડ્યા, તો સુરતમાં લીધા કંઈ આવા શપથ

અમદાવાદ,

પ્રેમનું પ્રતીક ગણાતા વેલેન્ટાઇન ડેનો વિરોધ હંમેશા કટ્ટરપંથી દ્રારા થતો રહે છે.અમદાવાદમાં દર વર્ષે વેલેન્ટાઇન ડે પર રિવરફ્રન્ટ પર બજરંગદળ દ્રારા વિરોધ થાય છે.પ્રેમના તહેવાર એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે અમદાવાદ પોલીસે ઉસ્માનપુરા ખાતે આવેલો રિવરફ્રન્ટ ગાર્ડન ખાલી કરાવ્યો હતો. સાથે જ અહીં બજરંગદળના કાર્યકરોએ વેલેન્ટાઈન ડે નહીં મનાવવાને લઈને પત્રિકા વિતરણ કરી હતી. પોલીસને આશંકા હતી કે બજરંગદળ વેલેન્ટાઈન ડેનો વિરોધ કરશે, જેના પગલે પોલીસે પહેલા જ ગાર્ડનમાં બેઠેલા પ્રેમી યુગલોને ભગાડી દીધા હતા. સાથે જ અહીં વિરોધ કરવા આવી પહોંચેલા બજરંગદળના કાર્યકરોની પણ પોલીસે અટકાયત કરી હતી.

વેલેન્ટાઇન ડેના વિરોધમાં પોસ્ટરમાં લાગ્યા છે.બજરંગ દળ દ્વારા કોલેજોની બહાર આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે.પ્રશ્ચિમ વિસ્તારમાં અનેક જગ્યાએ આ પોસ્ટર લગાવાવમાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે દરવર્ષે વેલેન્ટાઇને ડેનો હિંદુ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવે છે.તેવામાં આ વર્ષે પણ વેલેન્ટાઇન ડે નો વિરોધ કરવામાં આવ્યો છે.

બીજી તરફ  બજરંગદળના કાર્યકરો પણ શહેરના ઉસ્માનપુરા ખાતે આવેલા ગાર્ડનમાં પહોંચી ગયા હતા અને અહીં હાજર યુગલોને પત્રિકા વહેંચી હતી તેમજ તેમને વેલેન્ટાઇન ડેની ઉજવણી નહીં કરવા માટે સમજાવ્યા હતા. પોલીસ તેમજ બજરંદ દળની હાજરીને કારણે પોતાના પ્રેમનો એકરાર કરવા માટે એકઠા થયેલા અમુક યુગલો દીવાલો કૂદીને ભાગ્યા હતા.

વેલેન્ટાઈન ડે નિમિતે સુરતમાં એક અનોખા કાર્યક્રમનુ આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં સુરતની સંસ્કાર ભારતી વિદ્યાલયમાં 10 હજાર જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.જેમા વિર્ધાથીઓ શપથ લીધા હતા કે તેઓ પોતાના માતા-પિતાને તરછોડીને તેમની ઈચ્છા વિરુદ્ધ લવ મેરેજ કરશે નહિ. માતા-પિતા, તેના સંસ્કાર અને શિક્ષણને પ્રેમ કરવાના પણ શપથ લઈને આ પ્યાર ભરા દિવસ એટલે કે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી હતી.

ઉસ્માનપુરા ગાર્ડન ખાતે મીડિયાની પણ હાજરીને કારણે અમુક લોકો મોઢા પર બુકાની બાંધીને ભાગ્યા હતા.બજરંગદળના જ્વલિત મહેતાએ જણાવ્યું હતું કે અમે આજે આખો દિવસ પ્રેમી યુગલોને વેલેન્ટાઇન દિવસની ઉજવણી નહીં કરવા સમજાવીશું તેમજ વિવિધ જગ્યાએ આ અંગેની પત્રિકાઓનું વિતરણ કરીશું.

જ્વલિત મહેતાનું કહેવું છે કે લોકો પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છે. વેલેન્ટાઇન ડે આપણો તહેવાર નથી. મિશનરીઓ તરફથી ચલાવવામાં આવતું આ મોટું ષડયંત્ર છે. આ સંદર્ભે જ અમે ગઈકાલે સ્કૂલો બહાર ચેતવણી આપતા સ્ટિકરો પણ લગાવ્યા હતા.