Not Set/ 3 મહિના પહેલા દફનાવેલી લાશ બહાર કઢાઈ, લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા લાશને જોવા

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગોળા ગામે 3 મહિના પહેલા દફનાવેલી એક 30 વર્ષીય યુવકની લાશને બહાર કાઢી પોલીસ અને મામલતદારની હાજરીમાં ડોકટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતુ. જેને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ગોળા ગામના વતની અને છાપી ગામે પત્ની સાથે અલગ મકાન ભાડે રાખીને રહે છે. 30 વર્ષીય યુવક કિરણ […]

Top Stories Gujarat Trending
LASH 3 મહિના પહેલા દફનાવેલી લાશ બહાર કઢાઈ, લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા લાશને જોવા

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગોળા ગામે 3 મહિના પહેલા દફનાવેલી એક 30 વર્ષીય યુવકની લાશને બહાર કાઢી પોલીસ અને મામલતદારની હાજરીમાં ડોકટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતુ. જેને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના ગોળા ગામના વતની અને છાપી ગામે પત્ની સાથે અલગ મકાન ભાડે રાખીને રહે છે. 30 વર્ષીય યુવક કિરણ શ્રીમાળી છાપીની એક ખાનગી ફેકટરીમાં કામ કરતો હતો. જોકે 6 માર્ચના રોજ યુવકના પરીવારજનોને ફોન આવ્યો કે કિરણ શ્રીમાળીએ આત્મહત્યા કરી લીધી છે. તેથી પરિવારજનો છાપી મુકામે પહોંચ્યા હતા.

LASH 3 3 મહિના પહેલા દફનાવેલી લાશ બહાર કઢાઈ, લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા લાશને જોવા

મૂર્તકના ભાઈનું કહેવું છે કે, ત્રણ મહિના પૂર્વે મારા ભાઈએ આત્મહત્યા કરી હતી, પરંતુ બાદમાં તેની હત્યા થઈ હોવાની અમને શંકા જતા અમે ફરિયાદ કરી છે અને તેનો મૃતદેહ નીકળવામાં આવી રહયો છે. પાલનપુરના મામલતદાર કે .પી જોષીના જણાવ્યા મુજબ ગોળા ગામના યુવકનું ત્રણ મહિના પૂર્વે મોત થયું હતું, તે સમયે આત્મહત્યા લાગતા તેને દફનાવી દીધો હતો, બાદમાં હત્યાની ફરિયાદ થતા તેની લાશને બહાર કાઢી પીએમ કરવામાં આવશે.

LASH 2 3 મહિના પહેલા દફનાવેલી લાશ બહાર કઢાઈ, લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા લાશને જોવા

જોકે ઘટના સ્થળે પહોંચ્યા બાદ મૃતકની પત્નીએ પરિવારજનોને કિરણે આત્મહત્યા કર્યાની વાત કરતા પરિવારજનો ઉપર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો અને ત્યાર બાદ સામાજિક રીતરિવાજ મુજબ કિરણની દફનવિધિ તેના વતન ગોળા ગામે કરાઈ હતી.

LASH 1 3 મહિના પહેલા દફનાવેલી લાશ બહાર કઢાઈ, લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા લાશને જોવા

જોકે દફનવિધિ થઈ ગયાના 3 મહિના બાદ પરિવારજનોને પોતાના ભાઈની આત્મહત્યા નહિ પણ હત્યા થઈ હોવાની શંકા જતા તેમણે છાપી પોલીસ મથકે મૃતક યુવકની લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરવાની અરજી કરી હતી.

છાપી પોલીસ મથક પી એસ આઈ, એમ એમ દેસાઈના જણાવ્યા મુજબ યુવકના મોત મામલે મૃતકના ભાઈ દ્વારા હવે ત્રણ મહિના બાદ હત્યાની ફરિયાદ નોંધાઇ છે જેમાં છાપી પોલિસે દ્વારા મૃતક યુવકની દફનાવાયેલ  લાશને બહાર કાઢવામાં આવી હતી હતું અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પી એમ રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરાશે.