Not Set/ નવજાતશિશુ વોર્ડમાં હતા ૨૫ જેટલા નવજાત બાળકો અને લાગી આગ…

ભાવનગર, ભાવનગરની સર.ટી.હોસ્પીટલમાં આવેલ ગોપનાથ પ્રસુતિગૃહના નવજાતશિશુ વોર્ડમાં ગત રાત્રીના ૩ વાગ્યાની આસપાસ શોટસર્કીટના કારણે આગ લાગી હતી. આ બનાવના પગલે ફાયર વિભાગ દોડી ગયું હતું અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. ભાવનગરની સર.ટી.હોસ્પીટલના ગોપનાથ પ્રસુતિગૃહમાં આવેલા નવજાતશિશુ વોર્ડમાં આગ લાગવાની ઘટના બની હતી. વોર્ડમાં રહેલા એ.સમાં કોઈ ખામીના કારણે શોટસર્કીટ થતા […]

Gujarat
saddd નવજાતશિશુ વોર્ડમાં હતા ૨૫ જેટલા નવજાત બાળકો અને લાગી આગ...

ભાવનગર,

ભાવનગરની સર.ટી.હોસ્પીટલમાં આવેલ ગોપનાથ પ્રસુતિગૃહના નવજાતશિશુ વોર્ડમાં ગત રાત્રીના ૩ વાગ્યાની આસપાસ શોટસર્કીટના કારણે આગ લાગી હતી. આ બનાવના પગલે ફાયર વિભાગ દોડી ગયું હતું અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.

ભાવનગરની સર.ટી.હોસ્પીટલના ગોપનાથ પ્રસુતિગૃહમાં આવેલા નવજાતશિશુ વોર્ડમાં આગ લાગવાની ઘટના બની હતી. વોર્ડમાં રહેલા એ.સમાં કોઈ ખામીના કારણે શોટસર્કીટ થતા આગ લાગી હતી અને ભારે ધુંવાડો પણ ફેલાયો હતો. આ બનાવ સમયે નવજાતશિશુ વોર્ડમાં ૨૫ જેટલા બાળકો સારવારમાં માટે હતા તે સમયે ભારે દોડધામ મચી ગઈ હતી.

આ બનાવના પગલે તાકીદે ફાયર વિભાગ ત્યાં દોડી ગયું હતું અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જયારે આ આગના કારણે અનેક સાધનો અને બાળકોને રાખવાની કાચની પેટીઓ સળગી ગઈ હતી.