Not Set/ ભાવનગર/ ટ્રક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, એક યુવકનું મોત

રાજ્યમાં અકસ્માતોનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. નવા નવા નિયમો અમલમાં મુકવામાં આવ્યા છતાં પણ અકસ્માતની ઘટના અટકવાનું નામ નથી લઇ રહી, આવામાં વધુ એક અકસ્માતની ઘટના ભાવનગરથી સામે આવી છે. આ અકસ્માત ટ્રક અને કાર વચ્ચે સર્જાયો હતો. જેમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર ભાવનગરના સાંઢીડા નજીક વહેલી […]

Gujarat Others
aa 3 ભાવનગર/ ટ્રક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, એક યુવકનું મોત

રાજ્યમાં અકસ્માતોનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. નવા નવા નિયમો અમલમાં મુકવામાં આવ્યા છતાં પણ અકસ્માતની ઘટના અટકવાનું નામ નથી લઇ રહી, આવામાં વધુ એક અકસ્માતની ઘટના ભાવનગરથી સામે આવી છે. આ અકસ્માત ટ્રક અને કાર વચ્ચે સર્જાયો હતો. જેમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી અનુસાર ભાવનગરના સાંઢીડા નજીક વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. અકસ્માતમાં મારનાર યુવકની ઓળખ ભાવનગરના સાહિલ પટેલ તરીકે થઇ છે.

ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારે અમદાવાદના નારણપુરામાં બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વૃદ્ધ મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.