Not Set/ પાલીકામાં આવ્યો રાજકીય અટકળોનો અંત, નગરપ્રમુખ તરીકે લતા બહેન સોલંકીની નિમણુક

ભુજ ભાજપ શાસિત ભુજ નગરપાલિકાના આગામી અઢી વર્ષની મુદત માટે પ્રમુખ – ઉપપ્રમુખની વરણી માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી. છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી અનેક અટકળોના અંતે નગરના પ્રમુખ પદે લતાબેન સોલંકીને નિયુક્ત કરવામાં આવ્યા છે. તો ઉપપ્રમુખ પદે પસંદગીનો કળશ ડોક્ટર રામ ગઢવી પર ઢોળવામાં આવ્યો. ભુજ પ્રાંત અધિકારી રવિન્દ્ર જાડેજાના અધ્યક્ષ સ્થાને ભુજ […]

Gujarat
boy 3 પાલીકામાં આવ્યો રાજકીય અટકળોનો અંત, નગરપ્રમુખ તરીકે લતા બહેન સોલંકીની નિમણુક

ભુજ

ભાજપ શાસિત ભુજ નગરપાલિકાના આગામી અઢી વર્ષની મુદત માટે પ્રમુખ – ઉપપ્રમુખની વરણી માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી. છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી અનેક અટકળોના અંતે નગરના પ્રમુખ પદે લતાબેન સોલંકીને નિયુક્ત કરવામાં આવ્યા છે.

તો ઉપપ્રમુખ પદે પસંદગીનો કળશ ડોક્ટર રામ ગઢવી પર ઢોળવામાં આવ્યો. ભુજ પ્રાંત અધિકારી રવિન્દ્ર જાડેજાના અધ્યક્ષ સ્થાને ભુજ નગરપાલિકા મધ્યે મળેલી બેઠકમાં નગર અધ્યક્ષા તરીકે લતાબેન સોલંકીના નામની દરખાસ્ત ગોદાવરીબેન ઠક્કરે કરી હતી.

જેને રેશ્માબેન ઝવેરીએ ટેકો આપ્યો હતો. તો ઉપપ્રમુખ પદે ડોક્ટરે રામ ગઢવીના નામની દરખાસ્ત શૈલેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી, જેને કૌશલ મહેતા ટેકો આપતા બંને પદાધિકારીઓની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

રોટેશન મુજબ ભુજ નગરપાલિકાના પ્રમુખ પદે મહિલા અનામત હોઈ પાછલા લાંબા સમયથી અનેક નગરસેવિકાઓના નામની ચર્ચાઓ ચાલી રહી હતી, તો છેલ્લી ઘડીએ નવા નામો પણ ઉમેરાતા ભારે રસપ્રદ ભરી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે આજે સવારે ભાજપ કાર્યાલય મધ્યે મળેલી બેઠકમાં પ્રમુખ -ઉપપ્રમુખના નામ પર મહોર મારી દેવાતા પાલિકા મધ્યે ઔપચારીક પ્રક્રિયા સમાન કાર્યવાહી બની રહેવા પામી હતી.

ભુજ નગરપાલિકાના આગામી અઢી વર્ષની મુદ્દત માટે પ્રમુખ પદે લતાબેન સોલંકી અને ઉપપ્રમુખ પદે ડો. રામ ગઢવીની નિમણુક થતા નવ નિયુક્ત હોદ્દેદારોને આવકારવા અગ્રણીઓ તેમજ નગરસેવકો ઉમટી પડ્યા હતા.