Not Set/ ગુજરાત : વરસાદનાં પગલે નવસારીમાં પડ્યો ભુવો, સ્કૂલ બસ ખાબકી, તંત્રની પોલ ખુલી

ગુજરાતમાં વરસાદે રાબેતા મુજબ હાજરી આપતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વરસાદે ઘણી જગ્યાએ તંત્રની પોલ પણ ખુલ્લી પાડી છે. આપને જણાવી દઇએ કે, રાજ્યનાં ઘણા શહેરોમાં પાણી ભરાઇ ગયા છે તો ઘણી જગ્યાએ ભુવા પડી ગયા છે. નવસારીની વાત કરીએ તો અહી વરસાદ પડવાની સાથે ભુવા પડવાનુ જાણે શરૂ થઇ […]

Gujarat
pjimage 78 ગુજરાત : વરસાદનાં પગલે નવસારીમાં પડ્યો ભુવો, સ્કૂલ બસ ખાબકી, તંત્રની પોલ ખુલી

ગુજરાતમાં વરસાદે રાબેતા મુજબ હાજરી આપતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વરસાદે ઘણી જગ્યાએ તંત્રની પોલ પણ ખુલ્લી પાડી છે. આપને જણાવી દઇએ કે, રાજ્યનાં ઘણા શહેરોમાં પાણી ભરાઇ ગયા છે તો ઘણી જગ્યાએ ભુવા પડી ગયા છે. નવસારીની વાત કરીએ તો અહી વરસાદ પડવાની સાથે ભુવા પડવાનુ જાણે શરૂ થઇ ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે. આપ જોઇ શકો છો કે અહી એસ.એસ.અગ્રવાલ પબ્લિક સ્કૂલની બસ ભુવામાં ખાબકી ગઇ છે. ચોંકાવનારી વાત એ છે કે જ્યારે બસ ભુવામાં ખાબકી ત્યારે વિદ્યાર્થીઓ અંદર હોવાનુ સામે આવી રહ્યુ છે.

નવસારીમાં ઘણી જગ્યાએ ભુવા પડી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં એક વિડીયો સામે આવ્યો છે જેમા એક સ્કૂલ બસ ભુવામાં પડી ગઇ છે. આ બસ એસ.એસ.અગ્રવાલ પબ્લિક સ્કૂલની છે. ભુવો કેટલો ઉંડો છે તે બસનાં પાછળનાં ટાયરને જોઇ ખ્યાલ આવે છે. વળી પ્રથમ દ્રષ્ટિએ જોતા આ બસની અંદર વિદ્યાર્થીઓ બેઠા હોય તેવુ લાગી રહ્યુ છે. આ વિડીયોને ત્યાથી પસાર થઇ રહેલા એક શખ્સે પોતાના મોબાઇલમાં કેપ્ચર કર્યો છે. વળી એક વિડીયોમાં અમુક લોકો એક વાનને ભુવામાંથી કાઢતા નજરે ચઢી રહ્યા છે. આ વિડીયો જોતા તંત્રની બેદરકારી સ્પષ્ટ રૂપે સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મેઘરાજાએ પધરામણા તો કર્યા છે પરંતુ ઘણી જગ્યાએ પાણીનું સ્તર વધી જતા લોકોને રોજિંદા કાર્યો કરવામાં ઘણી તકલીફો પડી રહી છે. ખાસ કરીને નવસારીમાં અલગ-અલગ જગ્યાએ ભુવા પડી ગયા હોવાથી પાલિકા સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.