Not Set/ ધો 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર, આ વર્ષે વહેલી શરૂ થશે એક્ઝામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2020માં લેવાનારી બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર થઈ ગયું છે. બોર્ડ દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર, આ વખતે ધોરણ 10ની પરીક્ષા 5 માર્ચથી શરુ થશે, અને 17 માર્ચે પૂરી થઈ જશે. જ્યારે 12 સાયન્સની પરીક્ષા 5 માર્ચે શરુ થશે અને 16 માર્ચે પૂરી થઈ જશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની […]

Top Stories
aamay 8 ધો 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર, આ વર્ષે વહેલી શરૂ થશે એક્ઝામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2020માં લેવાનારી બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર થઈ ગયું છે. બોર્ડ દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર, આ વખતે ધોરણ 10ની પરીક્ષા 5 માર્ચથી શરુ થશે, અને 17 માર્ચે પૂરી થઈ જશે. જ્યારે 12 સાયન્સની પરીક્ષા 5 માર્ચે શરુ થશે અને 16 માર્ચે પૂરી થઈ જશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 5 તારીખે શરુ થશે અને 21 માર્ચે પૂરી થઈ જશે.

અંદાજે 11 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.આ વર્ષે બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા માટે 26 નવા કેન્દ્રને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે, ધોરણ 12 કોમર્સ માટે 10 નવા કેન્દ્ર મંજૂર કરાયા છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે પરીક્ષા વહેલી હોવાથી પરિણામ પણ વહેલા આવી જવાની શક્યતા છે.

પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે પણ બોર્ડ દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં તમામ પરીક્ષા ખંડોને સીસીટીવીથી સજ્જ કરવા ઉપરાંત, મોબાઈલના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પેપરલીક રોકવા માટે એક ખાસ એપ વિકસાવવામાં આવશે. પેપર જ્યારે સેન્ટર પર પહોંચે ત્યારે તેના ફોટો પાડવાના રહેશે અનેસંચાલક, નિરીક્ષક, સરકારી પ્રતિનિધિની હાજરીમાં પેપરનું સીલ તોડવાનું રહેશે.

પરીક્ષા કેન્દ્ર પર ઝેરોક્ષ મશીન અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવા પર પણ નિયંત્રણ મૂકાયા છે. ખંડ નિરીક્ષકોને પણ પરીક્ષા શરુ થયાના એક કલાક પહેલા હાજર થઈ જવા ઉપરાંત, કોઈની પણ શેહ-શરમ કે દબાણમાં આવ્યા વિના ફરજ બજાવવાની તાકીદ કરાઈ છે.

ધોરણ 9 અને ધોરણ 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલથી 18 એપ્રિલ દરમ્યાન લેવાની રહેશે. શૈક્ષણિક વર્ષ 2019-20માં કુલ 80 રજાઓ રહેશે.જેમાં દિવાળી વેકેશનની 21, ઉનાળાની રજાઓ 35, જાહેર રજા 18 અને સ્થાનિક રજા 6 રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.