Not Set/ લાખોના ખર્ચે તૈયાર થયેલા રસ્તાના ડામરના પોપડાં ઉખડ્યાં, મંતવ્યએ કર્યો ભ્રષ્ટાચારનો પર્દાફાશ

મંતવ્ય ન્યૂઝ, ગઢડા તાલુકાના ચભાડીયા ગામે થઈ રહેલ રોડમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યાનો ગામના સરપંચ અને લોકો દ્વારા વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો જે અંગે મંતવ્ય ન્યૂઝની ટિમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી અને ત્યારબાદ તપાસમાં કથિત રીતે ભ્રષ્ટાચાર થયા હોવાનો મંતવ્ય ન્યૂઝે પર્દાફાશ કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ બોટાદ જિલ્લા પંચાયત દ્વારા […]

Gujarat Others
બોટાદ ભ્રષ્ટાચાર લાખોના ખર્ચે તૈયાર થયેલા રસ્તાના ડામરના પોપડાં ઉખડ્યાં, મંતવ્યએ કર્યો ભ્રષ્ટાચારનો પર્દાફાશ

મંતવ્ય ન્યૂઝ,

ગઢડા તાલુકાના ચભાડીયા ગામે થઈ રહેલ રોડમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યાનો ગામના સરપંચ અને લોકો દ્વારા વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો જે અંગે મંતવ્ય ન્યૂઝની ટિમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી અને ત્યારબાદ તપાસમાં કથિત રીતે ભ્રષ્ટાચાર થયા હોવાનો મંતવ્ય ન્યૂઝે પર્દાફાશ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ બોટાદ જિલ્લા પંચાયત દ્વારા ૧૦ જેટલા ગામોના રોડ રસ્તાના રૂપિયા બે કરોડ ના પેકેજ નીચે ગઢડા તાલુકાનુ છેલ્લુ ગામ ચભાડીયા માં ચભાડીયા થી ઉજળવાવ સુધી ૨.૫૦ કિલોમીટરનો પાકો ડામર રોડ ૨૧ લાખના ખર્ચે મનીષકુમાર એન્ડ કંપની ને કામ અપાયું હતું. જે કામ ગઈકાલથી શરૂ કરવામા આવ્યું છે પરંતુ ગામના સરપંચ અને ગઢડા તાલુકાના યુવા ભાજપના ઉપપ્રમુખે કામમા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

આ અંગે ગ્રાઉન્ડ ઝીરો પર મંતવ્ય ન્યુઝની ટિમ પહોંચી હતી. તેને  તપાસ કરતા બની રહેલ ડામર રોડમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે. ડામર રોડ નું માપ ૩૭ એમે કરવાનુ હોય છે પરંતુ માપ કરવામા આવતા ૨૫ એમે પણ થતું નથી. તદુપરાંત ડામરનું જે પ્રમાણ છે તે બીલકુલ ઓછું છે અને એકદમ પાતળુ પડ છે. વધુમાં હાથેથી ડામર ઉખડી જાય છે. આમ ચભાડીયા ગામે થઈ રહેલ ડામર રોડમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું મંતવ્ય ન્યુઝ એ પર્દાફાશ કર્યો છે.

જયારે બીજી બાજુ ગામના સરપંચ અને જાગૃત લોકો સ્થળ પર આવતા હાલના કોન્ટ્રાકટર પણ રફુચક્કર થયા હતા. આ અંગે જયારે જિલ્લાના અધિકારી ડામોરનો મંતવ્ય ન્યુઝે સંપર્ક કરતા તેમણે ફોન ઉપાડવાનુ ટાળ્યું હતું. આ સંદર્ભે જિલ્લાના એસો ગઢવી કરી અધિકારી સ્થળ પર આવ્યા હતા પરંતુ તેઓ પણ આંખ આડા કાન કરીને કઈપણ પ્રકારની કાર્યવાહી કરેલ નથી અને કામ બરોબર ચાલે છે આમ કહી તેઓ પણ રફુચક્કર થઈ ગયા હતા.