Not Set/ અહીં મીટર રીડિંગ લખવામાં ભેંસ બને છે અડચણરૂપ, સોશિયલ મીડિયામાં થઈ વાયરલ

દરેક વ્યક્તિએ ઘરની રક્ષા કરનારા વિશ્વાસુ કૂતરાઓની વાર્તા સાંભળી છે, પરંતુ જો એક ભેંસ એ જ રીતે ઇલેક્ટ્રિક મીટરનું રક્ષણ કરવાનું શરૂ કરે, તો પછી મોટી મુશ્કેલી ઉભી થાય છે. ગુજરાતના પંચમહાલ જિલ્લાના સિમાલીયા ગામમાં રહેતી સવિતાબેન બારીઆની ભેંસ આ વિશેષતાને કારણે સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ હતી, અને વીજળી વિભાગના કર્મચારી માટે પણ આપત્તિ […]

Gujarat Vadodara
aaa 6 અહીં મીટર રીડિંગ લખવામાં ભેંસ બને છે અડચણરૂપ, સોશિયલ મીડિયામાં થઈ વાયરલ

દરેક વ્યક્તિએ ઘરની રક્ષા કરનારા વિશ્વાસુ કૂતરાઓની વાર્તા સાંભળી છે, પરંતુ જો એક ભેંસ એ જ રીતે ઇલેક્ટ્રિક મીટરનું રક્ષણ કરવાનું શરૂ કરે, તો પછી મોટી મુશ્કેલી ઉભી થાય છે. ગુજરાતના પંચમહાલ જિલ્લાના સિમાલીયા ગામમાં રહેતી સવિતાબેન બારીઆની ભેંસ આ વિશેષતાને કારણે સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ હતી, અને વીજળી વિભાગના કર્મચારી માટે પણ આપત્તિ બની ગઈ છે.

ઘટના એવિ બની કે 27 સપ્ટેમ્બરના રોજ, સેન્ટ્રલ ગુજરાત વિજ કંપની લિમિટેડ કંપનીના મીટર રીડિંગ વીજળી મીટરનું બિલ આપવા સવિતબેનના ઘરે ગયા. વીજળી મીટર ઝાડની ડાળી સાથે બાંધેલું હતું અને સવિતાબેનની ભેંસને ઝાડના થડ સાથે બાંધી હતી. કર્મચારીનું કહેવું છે કે ભેંસોએ તેને મીટર સુધી પહોંચવા ન દીધો, પરંતુ દર વખતે તેની ઉપર હુમલો કર્યો.

NBT

પરેશાન થઈને આ મીટર રીડરે તેના મનથી રીડિંગ લખી નાંખી અને બિલ પ્રિન્ટ કરી પોતાની સંપૂર્ણ આપવીતી લખીને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. મીટર રીડરે બિલ પર તેની નોંધમાં લખ્યું છે કે મીટરનું સ્થાન બદલવું જોઈએ કારણ કે તે ખૂબ ઊંચાઈ પર લટકેલું છે.

આપણ વાંચો:OMG !!! ઘરનાં છાપરા પર કેવી રીતે આવી ગઇ ભેંસ ? પછી શું થયું ?

જ્યારે આ મામલો તેના અધિકારીઓના સુધી પહોંચ્યો ત્યારે તેણે કર્મચારીને ‘પોતાની જવાબદારીઓ ટાળવા’ અને બીલને સોશિયલ મીડિયા પર શેર કરવાના આરોપો પર કારણદર્શક નોટિસ ફટકારી હતી. ગોધરા સર્કલના અધિક્ષક ઇજનેર રાકેશ ચંદેલએ જણાવ્યું હતું કે ‘મીટર રીડરનું કામ મીટર રીડિંગ લેવાનું છે, પછી ભલે કંઈ પણ થાય. જો તેના પર ભેંસનો હુમલો કરવામાં આવ્યો હતો, તો તે કોઈને ત્યાંથી ભેંસ દૂર કરવાનું કહી શકતો હતો.

આ સમગ્ર મામલામાં સવિતાબેનનું કહેવું છે કે તેણે ભેંસને ઝાડ સાથે બાંધી દીધી કારણ કે ઘણા દિવસો પછી તે દિવસે તડકો પડ્યો હતો. સવિતા બેનએ કહ્યું, ‘મને ખબર નહોતી કે તે મીટર રીડિંગ લેવા આવ્યો છે. તેણે મને બોલાવીને બિલ આપીને ચાલ્યો ગયો. ‘ સવિતાબેનએ એમ પણ કહ્યું કે તેની ભેંસએ ક્યારેય કોઈ ઉપર હુમલો કર્યો નથી.

આટલું જ નહીં સવિતા બેનએ એમ પણ કહ્યું કે છેલ્લા બે મહિનાથી તેને વીજળી નથી મળી, તે પછી પણ તેને વીજળીનું બિલ આપવામાં આવ્યું હતું. ઝાડ પર મીટર લટકાવવા અંગે સવિતાબેનની દલીલ હતી કે તેનું મકાન પહેલા કાચું હતું, જ્યારે ઘર પાકકું કરવામાં આવ્યું હતું, તે જ સમયે મીટર ઝાડ પર લટકાવવામાં આવ્યું હતું, ત્યારથી તે ત્યાં લટકી રહ્યું છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.