Appointment/ CBI નાં ઈન્ચાર્જ ડાયરેક્ટર તરીકે ગુજરાત કેડરનાં IPS પ્રવિણ સિન્હાને સોંપાઈ જવાબદારી

ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી પ્રવીણ સિંહા નિષ્ઠાવાન અને સ્વચ્છ અધિકારી તરીકે નામના ધરાવે છે. વડાપ્રધાને ગુજરાતમાંથી કેન્દ્રમાં બોલાવેલા અધિકારીઓમાં તેમનો સમાવેશ થાય છે.

Trending
PICTURE 4 10 CBI નાં ઈન્ચાર્જ ડાયરેક્ટર તરીકે ગુજરાત કેડરનાં IPS પ્રવિણ સિન્હાને સોંપાઈ જવાબદારી

દેશની ટોચની ઇન્વેસ્ટીગેશન સંસ્થા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશનનાં ઈન્ચાર્જ ડાયરેક્ટર તરીકે ગુજરાત કેડરનાં IPS અધિકારી પ્રવિણ સિન્હાને જવાબદારી સોંપાઈ રહી છે.

આપને જણાવી દઇએ કે, CBI નાં ડાયરેક્ટર આર.કે. શુક્લા આજે ઓફિસ બાદ નિવૃત્ત થાય છે. ગુજરાત કેડરનાં આઈપીએસ અધિકારી પ્રવિણ સિન્હા સ્વચ્છ અધિકારી તરીકે નામનાં ધરાવે છે. વડાપ્રધાને ગુજરાતમાંથી કેન્દ્રમાં બોલાવેલા અધિકારીઓમાં તેમનો સમાવેશ થાય છે. જણાવી દઇએ કે, પ્રવિણ સિન્હા 1988 બેંચનાં IPS છે. જણાવી દઇએ કે, હાલનાં CBI નાં ડાયરેક્ટર આર.કે.શુકલાનો બે વર્ષનો કાર્યકાળ આજે પુરો થઈ રહ્યો છે. CBI નાં નવા વડાની નિમણૂંક ન થાય ત્યાં સુધી પ્રવીણ સિન્હાને દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થાનાં વડા તરીકેનો કાર્યભાર સોંપવા માટેની જાણ સરકાર દ્વારા કરી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. CBI નાં નવા વડાની નિમણૂકમાં હજુ એકાદ પખવાડિયાનો સમય લાગી શકે તેવી સંભાવનાઓ છે. આ સમયગાળા દરમિયાન પ્રવીણ સિન્હા કાર્યભાર સંભાળશે.

ઉલ્લેખનીય છે કે, આજે ઓફિસ અવર્સ પૂર્ણ થયા બાદ CBI નાં ડાયરેક્ટર આર.કે. શુક્લા નિવૃત્ત થશે. ત્યારબાદ આ કાર્યભાર ગુજરાત કેડરનાં IPS પ્રવિણ સિન્હા સંભાળશે. જો કે પ્રવિણસિંહાને હાલ કાર્યકારી ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરાશે અને આગામી દિવસોમાં નવા ડાયરેક્ટરની નિયુક્તિ થઈ જશે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, નવા ડાયરેક્ટર તરીકે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીનાં વડા વાય.સી.મોદી, ગુજરાત કેડરનાં અધિકારી રાકેશ અસ્થાનાનાં સામે આવી રહ્યા છે. વળી જો રાકેશ અસ્થાના ડાયરેક્ટર CBI નાં ડાયરેક્ટર બનશે તો ગુજરાત કેડરનાં વધુ એક અધિકારીને મોટી પોસ્ટ મળશે.

Court: એક કા તીન કૌભાંડી ઝહીર રાણાના જામીન મંજુર

Gandhinagar / રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા PI હિતેશ ગઢવીએ કહ્યું, હજુ વધુ સારી કામગીરી કરવી છે અને….

Political / કોંગ્રેસમાં જોડાવા મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ બાપુનું મોટું નિવેદન, કહ્યું….

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે….

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો