Not Set/ CAG રિપોર્ટમાં સરકારના દાવાઓનું થયું સૂરસૂરીયું, કેટલાક ઘરોમાં હજી પણ નથી બન્યા શૌચાલય

ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં સરકાર દ્વારા રાજ્યને “ખુલ્લામાં શૌચ મુક્ત રાજ્ય” તરીકેના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ સામે આવેલા વર્ષ ૨૦૧૮ના CAG (કોમ્પટ્રોલર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા)ના રિપોર્ટમાં જાણે આ તમામ દાવાઓ – પ્રતિદાવાઓની હવા નીકળી ગઈ હોય એવું સામે આવી રહ્યું છે. CAGમાં રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, હજી પણ રાજ્યના […]

Top Stories Gujarat Trending
1415748174365 wps 1 TOILET 4 jpg CAG રિપોર્ટમાં સરકારના દાવાઓનું થયું સૂરસૂરીયું, કેટલાક ઘરોમાં હજી પણ નથી બન્યા શૌચાલય

ગાંધીનગર,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં સરકાર દ્વારા રાજ્યને “ખુલ્લામાં શૌચ મુક્ત રાજ્ય” તરીકેના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ સામે આવેલા વર્ષ ૨૦૧૮ના CAG (કોમ્પટ્રોલર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા)ના રિપોર્ટમાં જાણે આ તમામ દાવાઓ – પ્રતિદાવાઓની હવા નીકળી ગઈ હોય એવું સામે આવી રહ્યું છે.

cag 1 CAG રિપોર્ટમાં સરકારના દાવાઓનું થયું સૂરસૂરીયું, કેટલાક ઘરોમાં હજી પણ નથી બન્યા શૌચાલય
gujarat, cag report, questioned, state government, claim, odf, swachh bharat abhiyan, mantavya news

CAGમાં રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, હજી પણ રાજ્યના ઘણા વિસ્તારોના ઘરોમાં શૌચાલય બન્યા નથી.

રાજ્યના બનાસકાંઠા, દાહોદ, ડાંગ, છોટાઉદેપુર, પાટણ, જામનગર, જૂનાગઢ અને વલસાડ જિલ્લામાં સર્વે બાદ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

Clean CAG રિપોર્ટમાં સરકારના દાવાઓનું થયું સૂરસૂરીયું, કેટલાક ઘરોમાં હજી પણ નથી બન્યા શૌચાલય
gujarat, cag report, questioned, state government, claim, odf, swachh bharat abhiyan, mantavya news

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ગત વર્ષે ૨ ઓક્ટોબરના રોજ લોકસભામાં જાણકારી આપતા કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દેશના ૧૧ રાજ્યો સ્વચ્છ ભારત મિશન હેઠળ “ખુલ્લામાં શૌચ મુક્ત રાજ્ય” તરીકે મુક્ત થયા છે. જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.

વિધાનસભામાં જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, “ગુજરાત સરકાર દ્વારા માર્ચ મહિનામાં જ ઘોષિત કર્યું હતું કે, રાજ્યના તમામ જિલ્લાઓ ખુલ્લામાં શૌચ કરવાથી મુક્ત થઇ ગયા છે, પરંતુ હજી સુધી પણ ઘણા વિસ્તારોમાં ઘરોમાં શૌચાલયનું નિર્માણ થઇ શક્યું નથી.

IMG 1664 CAG રિપોર્ટમાં સરકારના દાવાઓનું થયું સૂરસૂરીયું, કેટલાક ઘરોમાં હજી પણ નથી બન્યા શૌચાલય
gujarat, cag report, questioned, state government, claim, odf, swachh bharat abhiyan, mantavya news

સાથે સાથે આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, જે વિસ્તારોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે, ત્યાંના લોકો તેનો ઉપયોગ કરી રહ્યા નથી.

મુખ્યમંત્રી અમૃતમ યોજનામાં પ સામે આવી બેદરકારી

download 4 CAG રિપોર્ટમાં સરકારના દાવાઓનું થયું સૂરસૂરીયું, કેટલાક ઘરોમાં હજી પણ નથી બન્યા શૌચાલય
gujarat, cag report, questioned, state government, claim, odf, swachh bharat abhiyan, mantavya news

આ ઉપરાંત CAGના રિપોર્ટમાં રાજ્ય સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાંની એક મુખ્યમંત્રી અમૃતમ અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના જેવી યોજનાઓમાં પણ ગંભીર બેદરકારી સામે આવી છે.

સાથે સાથે આ રિપોર્ટમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના કારણે સરકારના ખજાનામાં ૧૭,૦૬૧ કરોડ રૂપિયાનું નુકશાન થયું હોવાનો પણ મુદ્દો ઉઠાવ્યો છે.