Not Set/ ગુજરાત/ IAS ઓફીસર ગૌરવ દહિયાને દિલ્હી પોલીસે આપી કલીન ચીટ

ગુજરાત ના IAS ઓફીસર ગૌરવ દહિયા ને દિલ્હી પોલીસે ક્લીન ચિટ આપી છે. તેમની સામેના આક્ષેપો પાયા વિહોણા હોવાનું જાહેર થયું છે. મહિલા પરિણીત હોવાનું સામે આવ્યું છે. અને સાથે બાળકી પણ ગૌરવ દહિયાની ન હોવાનું સામે આવ્યું છે. તેમજ સાઇન્ટિફિક પુરાવા અને અન્ય કારણસર તેમને ક્લિનચીટ મળી છે. આ અંગે તેમને દિલ્હી ડીસીપી કક્ષાના […]

Gujarat
gaurav dahiya ગુજરાત/ IAS ઓફીસર ગૌરવ દહિયાને દિલ્હી પોલીસે આપી કલીન ચીટ

ગુજરાત ના IAS ઓફીસર ગૌરવ દહિયા ને દિલ્હી પોલીસે ક્લીન ચિટ આપી છે. તેમની સામેના આક્ષેપો પાયા વિહોણા હોવાનું જાહેર થયું છે. મહિલા પરિણીત હોવાનું સામે આવ્યું છે. અને સાથે બાળકી પણ ગૌરવ દહિયાની ન હોવાનું સામે આવ્યું છે. તેમજ સાઇન્ટિફિક પુરાવા અને અન્ય કારણસર તેમને ક્લિનચીટ મળી છે. આ અંગે તેમને દિલ્હી ડીસીપી કક્ષાના અધિકારી તરફથી જાણ થઇ છે અને તેના કાગળ પણ તેમની પાસે આવી ગયા છે.

દિલ્હીની એક મહિલાએ ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા સામે લગ્ન કરવાની લાલચ આપી છેતરપિંડી કરી તેમજ શારિરીક શોષણ કર્યું હોવાના આક્ષેપ સાથે ફરિયાદ કરી છે. આઈએએસ અધિકારી ગૌરવ દહિયાના કેસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ પણ આપ્યા હતા.

જેમાં દિલ્હીની લિનુ સિંહ નામની મહિલાએ ગૌરવ દહિયા સામે લગ્ન કરવાની લાલચ આપી છેતરપિંડી કરી હોવાની તેમજ શારિરીક શોષણ કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે IAS અધિકારી ગૌરવ દહિયાએ પણ ગાંધીનગર ખાતે મહિલા વિરૂદ્ધ બ્લેકમેલની અરજી કરી છે. અને મહિલા દ્વારા કરવામાં આવેલા વાયરલ ફોટા ખોટા છે, મહિલાએ ફોટા વાયરલ કરીને મારી પાસે રૂપિયાની માગણી કરી છે. બ્લેકમેલ કરીને મહિલા મારી પાસે રૂપિયા પડાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.