Not Set/ ઉદ્યોગોના રોકાણ અને રોજગારી વધારવાને લઇ CM રૂપાણીએ કસી કમર, કરી આ જાહેરાત

ગાંધીનગર, ગુજરાતને ઔદ્યોગિક ક્ષેત્રે વેવવંતુ બનાવવા અને મોટા પ્રમાણમાં રાજ્યમાં રોજગારીનું સર્જન થાય એ દિશામાં રૂપાણી સરકારે કમર કસી છે. રાજ્યને વાયબ્રન્ટ બનાવવાના હેતુથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદ્યોગોને લઇ જાહેરાતો કરી છે. આ જાહેરાતનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં પ્રદૂષણ નિયંત્રણ અને GIDC બેયના સુચારૂ સંકલન સાથે બિઝનેસ ફ્રેન્ડલી ગુજરાત બનાવવું છે. મુખ્યમંત્રીએ કરેલી જાહેરાત : ૧. […]

Top Stories Gujarat Trending
Vijay Rupani 3 ઉદ્યોગોના રોકાણ અને રોજગારી વધારવાને લઇ CM રૂપાણીએ કસી કમર, કરી આ જાહેરાત
ગાંધીનગર,
ગુજરાતને ઔદ્યોગિક ક્ષેત્રે વેવવંતુ બનાવવા અને મોટા પ્રમાણમાં રાજ્યમાં રોજગારીનું સર્જન થાય એ દિશામાં રૂપાણી સરકારે કમર કસી છે.
રાજ્યને વાયબ્રન્ટ બનાવવાના હેતુથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદ્યોગોને લઇ જાહેરાતો કરી છે.
આ જાહેરાતનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં પ્રદૂષણ નિયંત્રણ અને GIDC બેયના સુચારૂ સંકલન સાથે બિઝનેસ ફ્રેન્ડલી ગુજરાત બનાવવું છે.
મુખ્યમંત્રીએ કરેલી જાહેરાત :
૧. જીપીસીબીને સ્પર્શતી જાહેરાતો :
Image result for gpcb
GPCB દ્વારા એન્વાયરમેન્ટલ ક્લીયરન્સ (EC) મેળવનાર ઔદ્યોગિક એકમોને સીટીઈની પ્રક્રીયામાંથી મુક્તિ આપવામાં આવી છે :
 EC મેળવવાની જરૂર હોય તેવા ઉદ્યોગોને EC અને GPCBની એન.ઓ.સી એમ બે અલગ અલગ મંજુરીઓ મેળવવાની હોય છે. આ બંને મંજુરીઓ મેળવવા ઉદ્યોગોને ઘણો  સમય  લાગતો હતો.
 રાજ્ય સરકારની “EC મેળવનાર ઔદ્યોગિક એકમોને સીટીઈની પ્રક્રીયામાંથી મુક્તિ” ની યોજનાથી વધુમાં વધુ ૧૦૫ દિવસમાં મંજૂરી મળશે.
 રાજ્યમાં દર વર્ષે આશરે લગભગ ૧,૦૦૦ ઉદ્યોગોને સીધો લાભ મળશે. અને આશરે ૧૦,૦૦૦ લોકોને વહેલી રોજગારી મળશે.
૨. જુદી જુદી ડાઇઝસ્ટફ પ્રોડક્ટને તેના ગ્રુપ પ્રમાણે મંજુરીમાં સરળીકરણની નીતિ અમલમાં મૂક્વામાં આવી છે :- 
 રાજ્યમાં ડાઈઝનું ઉત્પાદન કરતા ૧,૦૦૦ ઉદ્યોગો  કાર્યરત છે. ડાઇઝનો પ્રકાર બદલવા માટે ઉદ્યોગે બોર્ડની મંજૂરી લેવી પડે છે. જેના માટે ૩ થી ૬ માસનો સમય લાગતો હતો.
 રાજય સરકારની આ યોજનાથી દરેક મંજુરી માટે ટેકનીકલ કમીટીમાં જવું નહીં પડે અને પંદર દિવસમાં મંજુરી મળશે.
 આ યોજનાથી ૭૦૦ ડાઈઝ ઉધોગોને આ યોજનાનો સીધો લાભ થનાર છે. જેનાથી રૂ.૨૦૦૦-૩૦૦૦ કરોડનું મૂડી રોકાણ વહેલું થનાર છે.
 આશરે ૫૦ હજાર લોકોને સીધી રોજગારી મળશે.
૩. બોર્ડ દ્વારા દંડ રૂપે મેળવેલ રકમનો રાજ્યના પર્યાવરણની જાળવણી માટે ઉપયોગ કરવા નવી સ્કીમ અમલમાં મૂકવામાં આવી છે :- 
Image result for gujarat industries
 GPCB દ્વારા પર્યાવરણીય કાયદાઓનું ઉલ્લંઘન કરનાર ઉદ્યોગો પાસેથી બેન્ક ગેરંટી લઈને જપ્ત કરવામાં આવેલ છે. આ એકઠી થયેલ લગભગ રૂ.૧૫ કરોડ રકમનો પર્યાવરણના સુધારા માટે ઉપયોગ કરવામાં આવશે. જેનો સીધો ફાયદો કોમન એન્વાયરમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર તથા નવી ટેકનોલોજી લાવનારને મળશે.
૪. GPCB દ્વારા સીટીઈ ફ્રેશ અને સીસીએ રીન્યુઅલની અરજીના નિર્ણયનો સમયગાળો ૪૫ દિવસ થી ઘટાડી ૩૦ દિવસ કરવામાં આવ્યો છે :-
 GPCB દ્વારા રાજયમાં વાર્ષિક આશરે ૫,૦૦૦ એકમોને સીટીઈ ફ્રેશ અને સીસીએ રીન્યુઅલ આપવામાં છે.
 આ મંજૂરી આપતા આશરે ૪૫ થી ૬૦ દિવસનો સમયગાળો સામાન્ય રીતે થાય છે.
 આ નીતિ થી ૫,૦૦૦ એકમોને સીધો લાભ મળશે. GPCBની કામગીરીની પારદર્શીતા અને ઝડપમાં વધારો થશે અને મંજુરી ૩૦ દિવસમાં મળશે.
૫. GPCB દ્વારા આપવામાં આવતી કન્સેંટની મુદતના (વેલીડીટીમાં) વર્ષોમાં વધારો કરવાની નીતિ મૂકવામાં આવી છે :- 
Related image
 GPCB દ્વારા ઉદ્યોગોને ૦૫, ૦૭ અને ૧૦ વર્ષ માટે કન્સેંટ આપવામાં આવે છે.
 આ નીતિથી ઉદ્યોગને ૫, ૧૦, અને ૧૫ વર્ષ માટે કન્સેંટ આપવામાં આવશે. જેથી ઉદ્યોગને વારંવાર મંજુરી લેવા આવવું ના પડે.
૬. વેરાવળ થી વાપી સુધી શુધ્ધીકરણ કરેલા ઔદ્યોગિક ગંદાપાણીના Deep Sea Discharge માટે રૂ.૫,૫૦૦ કરોડની સંકલિત યોજનાની પોલીસી વાઇબ્રન્ટ ગુજરાત પહેલા ઘોષિત કરવામાં આવશે :-  
 રાજ્યમાં ઉદ્યોગોના શુધ્ધિકરણ કરેલ ગંદાપાણીનો નિકાલ મુખ્યત્વે નદીમાં થાય છે. જેના માટે વેરાવળ થી વાપી સુધી Deep Sea Discharge પાઇપલાઇન નાખવાની યોજના સાકાર થતા નદીઓનું પ્રદુષણ દુર થશે.
 રૂ. ૮૨,૦૦૦ કરોડનું ઔદ્યોગિક મૂડી રોકાણ અને રૂ. ૫,૪૮૩ કરોડનું પર્યાવરણીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મૂડી રોકાણ થનાર છે.
 ૧૨ લાખ રોજગારીની નવી સીધી તકો આ નિર્ણયને કારણે ઉભી થવાની છે.