Not Set/ ST કર્મચારીઓને સીએમ રૂપાણીની વિનંતી ‘હડતાળ સમેટી લો..!

ગાંધીનગર, સમગ્ર રાજ્યભરમાં એસ.ટી.ના કર્મચારીઓ એક દિવસની હડતાળ પર ઉતર્યા છે,કર્મચારીઓ એસ.ટી. ડેપોમાં ધરણા પ્રદર્શન કરીને પોતાની માંગણીઓ સંતોષવા સરકાર સામે વિરોધ કર્યો હતો. પગાર વધારા સહિતની માગણીને લઇ કર્મચારીઓએ અનેક વખત રજૂઆત કરી હોવા છતા તંત્રે કોઇ પગલા ન લેતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે, ત્યારે રાજ્ય વ્યાપી ST નિગમ હડતાળ મામલે  સીએમ વિજય […]

Top Stories Gujarat Videos
mantavya 269 ST કર્મચારીઓને સીએમ રૂપાણીની વિનંતી ‘હડતાળ સમેટી લો..!

ગાંધીનગર,

સમગ્ર રાજ્યભરમાં એસ.ટી.ના કર્મચારીઓ એક દિવસની હડતાળ પર ઉતર્યા છે,કર્મચારીઓ એસ.ટી. ડેપોમાં ધરણા પ્રદર્શન કરીને પોતાની માંગણીઓ સંતોષવા સરકાર સામે વિરોધ કર્યો હતો. પગાર વધારા સહિતની માગણીને લઇ કર્મચારીઓએ અનેક વખત રજૂઆત કરી હોવા છતા તંત્રે કોઇ પગલા ન લેતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે, ત્યારે રાજ્ય વ્યાપી ST નિગમ હડતાળ મામલે  સીએમ વિજય રુપાણીનું નિવેદન સામે આવ્યું છે.

આ હડતાળથી રાજ્યની સ્થિતિનો ચિતાર મેળવીને સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે, ST કર્મચારીઓની સાતમા પગાર પંચ તેમની માંગણી છે, સરકારનો નિયમ છે કે જે નિગમ નફો કરતાં હોય તે ચોક્કસ સાતમું પગાર પંચ આપે. મારી વિનંતી છે કે આ રીતે ન કરે. સાથે બેસીને યોગ્ય સમયે આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય. આ હળતાલ અંગે સરકાર વિચારણા કરશે.