Gujarat/ કોંગ્રેસમાં બે જગ્યાએ ભડકો, ગુજરાત કોંગ્રેસના નેતા ચેતન રાવલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ગઈકાલે સુરતમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સમયે તેમની સાથે ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા…

Top Stories Gujarat
Chetan Raval Resignation

Chetan Raval Resignation: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનો વિવાદ ફરી એકવાર સામે આવ્યો છે. વંથલી નગર પાલિકા ઉપપ્રમુખ પ્રશાંત વાજા સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી છે. વંથલી નગર પાલિકાની આજે સામાન્ય સભા મળી હતી. કોંગ્રેસના સભ્યો દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે. કોંગ્રેસની જૂથબંધી બહાર આવી છે. ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના નેતા ચેતન રાવલે રાજીનામું આપી દીધું છે. ચેતન રાવલ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. પ્રબોધ રાવલના પુત્રનું નામ ચેતન રાવલ છે.

1 1 કોંગ્રેસમાં બે જગ્યાએ ભડકો, ગુજરાત કોંગ્રેસના નેતા ચેતન રાવલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ગઈકાલે સુરતમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સમયે તેમની સાથે ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા પણ જોવા મળ્યા હતા. આ પ્રસંગની વાત કરીએ તો સુરત ખાતે પાસ કન્વીનર અને પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા દ્વારા નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડલધામ દ્વારા આયોજિત આ નવરાત્રી ગરબામાં નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ખોડલધામના વડા નરેશ પટેલે સુરતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સમર્થનને લઈને મોટું નિવેદન આપ્યું છે. સુરત ખાતે આયોજિત નવરાત્રીમાં ખોડલધામ ઉપસ્થિત રહ્યા હતા. નરેશ પટેલે રાજકીય પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું. નરેશ પટેલે કહ્યું કે હજુ ચૂંટણી જાહેર થઈ નથી. જો કે નરેશ પટેલે તેઓ કોની સાથે રહેશે તેના જવાબમાં જણાવ્યું હતું કે તેઓ કોની સાથે છે તે ચૂંટણી પછી ખબર પડશે.

આ પણ વાંચો: Withheld/ ભારતમાં એક મહિનામાં બીજી વખત બંધ થયું પાકિસ્તાન સરકારનું એકાઉન્ટ, જાણો કેમ કરાઈ કાર્યવાહી

આ પણ વાંચો: 5G નેટવર્ક સેવા/ ભારતમાં શરૂ થયું 5G નેટવર્ક, જાણો કયા દેશમાં સૌથી પહેલા શરૂ થઈ આ સેવા, આ 61 દેશોમાં ચાલી રહી છે સેવા

આ પણ વાંચો: બિહાર/ ભાઈએ ત્રણ ગોળી મારી બહેનની કરી હત્યા, જાણો શું હતો મામલો