રાજકીય/ ગુજરાત કોંગ્રેસ ને વધુ એક ફટકો: 35 વર્ષથી પંજા સાથે જોડાયેલા દિગ્ગજ નેતા ભાજપમાં જોડાશે

કોંગ્રેસના ગઢ ગણાતા બનાસકાંઠામાં પણ ગાબડું પડવા જઈ રહ્યુ છે.  વડગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા વિધિવત રીતે ભાજપમાં જોડાશે.

Top Stories Gujarat Others
Untitled 19 23 ગુજરાત કોંગ્રેસ ને વધુ એક ફટકો: 35 વર્ષથી પંજા સાથે જોડાયેલા દિગ્ગજ નેતા ભાજપમાં જોડાશે
  • બનાસકાંઠાઃ મણિલાલ વાઘેલા જોડાશે ભાજપમાં
  • વડગામ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે મણિલાલ વાઘેલા
  • 24 એપ્રિલે મણિલાલ વાઘેલા ભાજપમાં જોડાશે
  • મગરવાડા ખાતે ભાજપમાં જોડાશે વિધિવત રીતે
  • ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે ખેસ પહેરશે

ગુજરાત વિધાન સભા 2022 પહેલા પક્ષોમાં પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે. નેતાઓ કાર્યકર્તાઓ વિવિધ પક્ષોમાં જોડાઈ રહ્યા છે, ત્યારે આ વચ્ચે ગુજરાત કોંગ્રેસ માટે ચિંતાના અહેવાલ સામે આવ્યા છે. જેમાં કોંગ્રેસના ગઢ ગણાતા બનાસકાંઠામાં પણ ગાબડું પડવા જઈ રહ્યુ છે.  વડગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા વિધિવત રીતે ભાજપમાં જોડાશે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા 24 એપ્રિલે મગરવાડા ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખી સી.આર. પાટીલના હસ્તે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે. મણિલાલ વાઘેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાય તેવી અટકળો હતી અને તે સાચી પૂરવાર થઈ છે. કોંગ્રેસમાં એક સાંધે ત્યા તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા 24 એપ્રિલે મગરવાડા ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખી સી.આર. પાટીલના હસ્તે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે.  ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના સત્તામાં આવવના સપનાને તોડવા માટે તૈયારી પૂર્ણ કરી દીધી છે, છેલ્લા 35 વર્ષથી પંજા સાથે જોડાયેલા દિગ્ગજ નેતા મણિલાલ વાઘેલા હવે કેસરીયો ધારણ કરશે.

ઉલ્લેખનીય છે કે તેઓ વર્ષ 2012માં સત્તાધારી પક્ષના કેબિનેટ મંત્રીને હરાવીને પોતાની તાકતનો પરચો આપ્યો હતો. તેઓ અહમદ પટેલના વફાદાર રહી ચૂક્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેમને ટિકિટ ન આપી અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીને ટેકો અપાતા નારાજ થયા હતા. પક્ષના આ નિર્ણયથી તેઓ છેલ્લા કેટલાક સમયથી નારાજ હતા. પૂર્વ ધારાસભ્યએ પક્ષમાં પોતાની થઈ રહેલી અવગણનાથી નારાજ થઈને કોંગ્રેસને ટાટાબાયબાય કર્યું છે.

ગુજરાત/ ધોરણ 7નું પેપર ફૂટ્યું, બે દિવસ પૂરતી પરીક્ષા રદ્દ