Not Set/ કાનપુરની અબજોની રકમમાં ગુજરાત કનેક્શન!

દરોડામાં અત્યાર સુધીમાં 257 કરોડથી વધારે કેશ અને મોટી સંખ્યામાં સોના-ચાંદીનાં દાગીના મળી આવ્યા છે. ટૂંક સમયમાં અત્તરનાં વેપારીને ગુજરાત લવાશે.

Top Stories India
કાનપુર રેડ ગુજરાત કનેક્શન

દરોડામાં અત્યાર સુધીમાં 257 કરોડથી વધારે કેશ અને મોટી સંખ્યામાં સોના-ચાંદીનાં દાગીના મળી આવ્યા છે. તેની સાથે કેટલાય મહત્વનાં દસ્તાવેજ પણ મળ્યા છે. પચાસ કલાકથી પણ વધારે લાંબી પૂછપરછ બાદ રવિવારે પિયૂષ જૈનની ધરપકડ કરવામાં આવી છે.

કાનપુર રેડ ગુજરાત કનેક્શન

આ પણ વાંચો – બેદરકારી /  બોટાદમાં નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગાઇડલાઇન ભંગ, કોરોનાને આપવામાં આવ્યું આમંત્રણ

તમને જણાવી દઇએ કે, સાંભળીને ચોકી જવાય તેટલી અધધ રૂપિયાની આ કરચોરીનું આખું ઓપરેશન ગુજરાત ડાયરેક્ટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલીજન્સના એડિશનલ ડી.જી. વિવેકપ્રસાદે પાર પાડ્યું છે. વિવેકપ્રસાદને માહિતી મળી હતી કે કાનપુરમાં અત્તરના વેપારીને ત્યાં કરને લઇને ગોલમાલ ચાલી રહી છે. તેમણે તરત જ તેની ગંભીરતા લઇને મુખ્ય ઓફિસની પરવાનગી લઇને કાનપુરમાં દરોડો કર્યો હતો. જો કે આ દરોડા દરમિયાન વિવેકપ્રસાદ અને તેમની ટીમને કરોડો રૂપિયાની કેશ મળી આવી હતી. કેશ મળતાં તેમણે આ અંગે ઇન્કમટેક્ષ વિભાગને જાણ કરી હતી. રસપ્રદ વાત એ છે કે કરચોરીની તપાસમાં ગયેલી ગુજરાત ડીજીજીઆઇની ટીમને તપાસ દરમિયાન કરોડો રૂપિયાની રોકડ સાથે અનેક બેનામી સંપતિ મળી આવી છે. માનવામાં આવી રહ્યુ છે કે ટુંક સમયમાં કાનપુરના આ અરબપતિ અત્તરના વેપારીને ગુજરાત લાવવામાં આવી શકે છે.

DGGI

પિયૂષ જૈન પાસેથી શું મળ્યું ?

પિયૂષ જૈનનાં ટેકાણાઓ પર અત્યાર સુધીમાં કરવામાં આવેલા દરોડામાં 257 કરોડ રૂપિયા કેશ, અનેક કિલો સોનું, 16 કિંમતી પ્રોપર્ટીનાં દસ્તાવેજ જેમાં કાનપુરમાં 4, કન્નોઝમાં 7, મુબઇમાં 2 અને દિલ્હીમાં એક એક સંપતિ સામેલ છે. જાણકારી પ્રમાણે પિયૂષ જૈને દેશની બહાર દુબઇમાં પણ પ્રોપર્ટી ખરીદી છે.

કાનપુર રેડ ગુજરાત કનેક્શન

આ પણ વાંચો – ગાંધીનગર /  CM ભુપેન્દ્ર પટેલ આજે વહેલી સવારે પહોંચ્યા ગાંધીનગર સિવિલ, સરપ્રાઇઝ વિઝિટથી સ્ટાફ થયુ એલર્ટ

તમને જણાવી દઇએ કે સોમવારે પણ પિયૂષ જૈનના પૈતૃક નિવાસ પર તપાસ એજન્સીઓ કામ કરી રહી છે ત્યાં ડીજીજીઆઇની ટીમની સાથે એસબીઆઇની પણ એક ટીમ નોટ ગણવાના ત્રણ મશીનો સાથે પહોચી છે. માનવામાં આવી રહ્યુ છે કે સોમવારની સાંજ સુધી નોટોની ગણતરી ચાલશે તે પછી મોડી રાત સુધીમાં કુલ કેટલી રકમ મળી છે તેની જાણકારી સામે આવી શકશે.