Not Set/ 13 વર્ષના બાળકને કોઈ લક્ષણ ન હોવા છતાં ભરખી ગયો કોરોના, 5 કલાકમાં થયું મોત

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરથી લોકોમાં ભય છવાઈ ગયો છે. કોરોનાની ત્રીજી લહેરમાં મોટી-મોટી હસ્તિઓથી લઈને નાના-નાના બાળકો પર ભારે પડી રહી છે.

Gujarat Rajkot
A 62 13 વર્ષના બાળકને કોઈ લક્ષણ ન હોવા છતાં ભરખી ગયો કોરોના, 5 કલાકમાં થયું મોત

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરથી લોકોમાં ભય છવાઈ ગયો છે. કોરોનાની ત્રીજી લહેરમાં મોટી-મોટી હસ્તિઓથી લઈને નાના-નાના બાળકો પર ભારે પડી રહી છે. હવે કોરોનાની ત્રીજી લહેરમાં એવું સ્વરૂપ ધારણ કર્યું છે કે, તેના લક્ષણો પણ દેખાતા નથી. આ સ્વરૂપ ઘાતક નીવડી રહ્યું છે. ત્યારે લક્ષણો વગરના કોરોનાએ સુરતમાં એક બાળકનો ભોગ લેવાયો છે. શહેરના મોટા વરાછાના 13 વર્ષના બાળકનું કોરોનાથી મોત થતાં ખળભળાટ મચી ગયો છે. મજૂરા ફાયર સ્ટેશન નજીકની સાચી હોસ્પિટલમાં બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. બાળકમાં કોરોનાનાં કોઈ જ લક્ષણ નહોતાં. અત્યાર સુધીમાં કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત સુરતમાં નોંધાયું છે. 10 વર્ષનું એક બાળક પણ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યું છે.

આ પણ વાંચો : વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભોજનાલય, ઉતારા બંધ

આપને જણાવી દઈએ કે, મોટાવરાછા ખાતે ડી-માર્ટ પાસે આવેલી ભવાની હાઇટ્સમાં રહેતા અને એમ્બ્રોઇડરી મશીનનું કારખાનું ચલાવતા ભાવેશભાઈ કોરાટના 13 વર્ષનો પુત્ર ધ્રુવ રવિવાર સુધી સ્વસ્થ હતો. તેને કોરોનાનાં જે સામાન્ય લક્ષણો છે એવાં કોઈ નહોતાં અને તેણે કોઈ તકલીફ થઈ રહી હોવાનું પણ કહ્યું ન હતું. રવિવારે બપોર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને હોસ્પિટલે લઈ જવાયો હતો. તેનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવાયો, જે પોઝિટિવ આવ્યો અને તબિયત વધુ બગડતાં સાચી ચાઇલ્ડ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો હતો, જ્યાં પાંચ કલાકની સારવાર બાદ રાત્રે 1 વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

ચોંકાવનારી વાત તો એ છે કે, ધ્રુવમાં કોરોનાના કોઈ લક્ષણો ન હતા. જો તેનામાં લક્ષણો દેખાયા હોત તો તેને સમયસર સારવાર મળી શકી હોત અને તેને બચાવી શકાયો હોત. આ ઘટના બતાવે છે કે, કોરોનાને હવે ગંભીરતાથી લેવાનો સમય આવી ગયો છે. પરિવારના માસુમ બાળકનો કોરોનાએ ભોગ લેતા તેમના પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો. ધ્રુવને જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તે ખૂબ સીરિયસ હતો, તેને તરત જ વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો હતો, પરંતુ ઝડપી સારવાર પણ ધ્રુવને બચાવી શકી ન હતી. માત્ર પાંચ કલાકના ગાળામાં જ ધ્રુવનો જીવ ગયો હતો.

આ પણ વાંચો :સોમનાથ હવે વેડિંગ ડેસ્ટીનેશન સ્પોટ બનશે

સુરતમાં કોરોનાએ વિકરાળ સ્વરૃપ ધારણ કર્યુ છે. સોમવારે સાતના મોત સાથે સિટીમાં નવા 603 અને જીલ્લામાં 185 મળી કોરોનાનાં નવા 788 રેકોર્ડબ્રેક દર્દી નોંધાયા છે. જ્યારે શહેરમાંથી વધુ 540 અને ગ્રામ્યમાંથી 150 મળી કુલ 690 દર્દીને રજા અપાઇ હતી.

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ ઉધનાના 26 વર્ષીય મહિલાને ગત તા.27મી એ, અડાજણની 70 વર્ષીય મહિલાને ગત તા.30મીએ, વરાછાના 75 વર્ષીય વૃદ્વને ગત તા.2જીએ, પરવત પાટીયાના 64 વર્ષીય  વૃદ્વાને ગત તા.4થીએ,નાના વરાછાના 73 વર્ષીય વૃદ્વને ગત તા.2જીએ, પીપલોદના 53 વર્ષીય પ્રોઢને ગત તા.26મીએ અને જહાંગીરાબાદના 65 વર્ષીય વૃદ્વને ગત તા.૩જીએ શહેરની વિવિધ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યા તમામનાં કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યા બાદ સારવાર દરમિયાન મોત થયા હતા.

આ પણ વાંચો :૧૩ વર્ષના યશની કિડની ફેઇલ થતાં, પિતાએ કિડની દાન કરી