Not Set/ કંકોતરીમાં મોદી માટે મત માંગવામાં આવ્યા

સુરત, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પીએમ મોદીના એવા ચાહકો પણ છે જે બધું ભૂલીને મોદીને સત્તા પર લાવવા અપીલ કરી રહ્યા છે. રાજકીય ચર્ચાઓ હવે માત્ર ટીવી પેનલ ચર્ચા પૂરતી જ સીમિત ન રહેતા ઘર, દુકાન, જાહેરખબર, ગામના ચોરાથી લઈને લગ્નની કંકોત્રી સુધી પહોંચી ગઈ છે ! ગુજરાતમાં આમેય લોકો લગ્નમાં કંઇક […]

Gujarat Surat
modi marraige કંકોતરીમાં મોદી માટે મત માંગવામાં આવ્યા
સુરત,
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પીએમ મોદીના એવા ચાહકો પણ છે જે બધું ભૂલીને મોદીને સત્તા પર લાવવા અપીલ કરી રહ્યા છે. રાજકીય ચર્ચાઓ હવે માત્ર ટીવી પેનલ ચર્ચા પૂરતી જ સીમિત ન રહેતા ઘર, દુકાન, જાહેરખબર, ગામના ચોરાથી લઈને લગ્નની કંકોત્રી સુધી પહોંચી ગઈ છે ! ગુજરાતમાં આમેય લોકો લગ્નમાં કંઇક અલગ કરવા માટે જાણીતા છે.
થોડા સમય પૂર્વે એક યુગલે ‘વોટ્સ એપ સ્ટાઇલ’ માં કંકોત્રી છપાવી લોકોને ચોંકાવી દીધા હતા. હવે વધુ એક વખત એક યુગલે તેમની કંકોત્રી ઉપર તેમની પસંદગીની રાજકીય પાર્ટીને વોટ આપવાની અપીલ કરવાની સાથે બીજી કેટલીક આશ્ચર્યજનક બાબતો પણ છપાવી છે. ભાજપને વોટ આપવાની અપીલ કરતી આવી કંકોત્રીઓ મોરબી અને સુરતમાં છપાઇ છે.
મોરબીના પ્રવિણભાઇ વાંસજાળિયાના પુત્ર ઉત્તમના લગ્નની કંકોત્રીમાં ભાજપને વોટ આપવા અપીલ કરી છે.  ઉત્તમ અને સેજલની લગ્નની કંકોત્રીમાં આગામી 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને વોટ આપવા માટે અપીલ કરવામાં આવી છે. આ લગ્ન આગામી 22 જાન્યુઆરીના રોજ યોજાશે,
બીજી તરફ સુરતમાં રહેનારા યુવરાજનું લગ્ન સાક્ષી નામની યુવતી સાથે 22 જાન્યુઆરીના રોજ થવાનું છે. તેમની કંકોત્રીમાં યુવરાજ અને સાક્ષીએ લગ્ન સમારંભના અડ્રેસની સાથે એવી અપીલ કરી છે કે, 2019માં નરેન્દ્ર મોદીને વોટ આપીને વિજયી બનાવજો. જો મહેમાનો એવું કરશે તો એ તેમના માટે લગ્નની ભેટ સમાન હશે. આ મામલે યુવરાજે તેના ટ્વીટર એકાઉન્ટ ઉપર ટ્વીટ કરીને પણ લોકોને અપીલ કરી છે. આ કંકોત્રીએ સોશ્યિલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે.
યુવરાજે લગ્નનું કાર્ડ છપાવ્યું છે તેમાં લગ્ન વિશે ઓછું અને રફાલ વિશે વધારે માહિતી લખવામાં આવી છે. કંકોત્રીમાં લખ્યું છે કે, “તમે નમો એપ દ્વારા ભાજપને ફાળો આપો તે જ અમારી તમારા તરફની ગિફ્ટ હશે.” આટલું જ નહીં વરપક્ષ તરફથી ભાજપને વોટ આપવાની અપીલ કરવામાં આવી છે. કાર્ડમાં લખ્યું કે, “2019ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને વોટ આપો.”