Not Set/ ગુજરાતમાં દારૂબંદીની ભાજપનાં સાંસદે જ ખોલી પોલ, કહ્યુ- તમે બધુ જાણો જ છો ને..

રાજ્યમાં થોડા દિવસો પહેલા દારૂબંદીને લઇને મોટા સવાલો ઉભા થયા હતા. જેને લઇને રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતની રૂપાણી સરકાર પર આક્ષેપો મુક્યા હતા કે, અહી દારૂબંદી માત્ર નામની જ છે, અહી દારૂ ઘણો પીવાય છે. જેના જવાબમાં CM વિજયભાઇ રૂપાણીએ આ વાતને નકારી હતી. પરંતુ ભૂતપૂર્વ કેન્દ્રીય આદિજાતિ બાબતોનાં રાજ્ય મંત્રી મનસુખ વસાવાએ રાજ્યમાં […]

Top Stories Gujarat Others
Mansukh Vasava ગુજરાતમાં દારૂબંદીની ભાજપનાં સાંસદે જ ખોલી પોલ, કહ્યુ- તમે બધુ જાણો જ છો ને..

રાજ્યમાં થોડા દિવસો પહેલા દારૂબંદીને લઇને મોટા સવાલો ઉભા થયા હતા. જેને લઇને રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતની રૂપાણી સરકાર પર આક્ષેપો મુક્યા હતા કે, અહી દારૂબંદી માત્ર નામની જ છે, અહી દારૂ ઘણો પીવાય છે. જેના જવાબમાં CM વિજયભાઇ રૂપાણીએ આ વાતને નકારી હતી. પરંતુ ભૂતપૂર્વ કેન્દ્રીય આદિજાતિ બાબતોનાં રાજ્ય મંત્રી મનસુખ વસાવાએ રાજ્યમાં દારૂબંદીની પોલ ખોલી દીધી છે.

રાજ્યમાં દારૂબંધીનાં કાયદો કેટલો કડક છે તેની સમજ ભાજપનાં સાંસદ મનસુખ વસાવાનાં નિવેદનથી સ્પષ્ટ થઇ જાય છે. રાજ્યમાં દારૂ પીવાય છે અને વેચાઇ પણ રહ્યો છે, હવે ભાજપનાં સાંસદે જ ભાજપ સરકારની પોલ ખોલીને ગુજરાત સરકારની આબરૂનાં ધજાગરા ઉડાવ્યાં છે, અગાઉ દારૂબંધીને લઇને રાજસ્થાનનાં સીએમ અશોક ગેહલોતે વિજય રૂપાણી સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવીને કહ્યું હતુ કે, ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે, જેની સામે વિજય રૂપાણી સરકારે પોતાનો બચાવ કર્યો હતો, હવે રાજપીપળામાં એક કાર્યક્રમમાં ભાજપનાં જ સાંસદ મનસુખ વસાવાએ સ્વીકાર્યું છે કે ગુજરાતમાં દારૂ વેચાય છે. તેમણે કહ્યુ કે, જો હું ના પાડીશ તો હું ખોટો પડીશ, કારણ કે તમને બધાને ખબર છે કે ગુજરાતમાં દારૂ વેચાય છે.

મનસુખ વસાવાએ રૂપાણી સરકારની પોલ ખોલી નાખીને કહ્યું છે કે, ઇંગ્લિશ દારૂમાં લોકો કેમિકલ નાખીને વેંચી રહ્યાં છે, કેટલાક લોકો ગાંજાનાં રવાડે ચઢયાં છે, બીજી બાજુ દારૂબંધીનાં કાયદાનો કડક અમલ કરાવવા ગુજરાત સરકાર નિષ્ફળ રહી છે, કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે. સરકાર કહે છે કે તેઓ કાયદાનાં અમલ માટે બંધાયેલા છે, પરંતુ દારૂબંધીનાં કાયદાનાં ધજાગરા સૌ કોઇ જોઇ રહ્યાં છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.