એક્સ્ટેશન/ ગુજરાતના DGP IPS આશિષ ભાટિયાનો કાર્યભાર હાલ હળવો થશે નહિ : સરકારનો મહત્વનો નિર્ણય

ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચુંટણી થશે તેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવાની જવાબદારી આશિષ ભાટિયાની રહે તેવો અંદાજ કરવામાં આવી રહ્યો છે.

Top Stories Gujarat Others
આશિષ ભાટિયા

ગુજરાતના DGP IPS આશિષ ભાટિયાને 8 મહિનાનું રેકોર્ડ બ્રેક એક્સ્ટેંશન આપવામાં આવ્યું છે. 31  મે આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે સરકારે 31 જાન્યુઆરી 2023 સુધી 8 મહિનાનું  એક્સ્ટેંશન આપ્યું છે. ગુજરાતની વિધાનસભા ચૂંટણી પુરી ન થાય ત્યાં સુધી આશિષ ભાટિયા ગુજરાત પોલીસ વડા તરીકે કાર્યરત રહેશે.

2.1 ગુજરાતના DGP IPS આશિષ ભાટિયાનો કાર્યભાર હાલ હળવો થશે નહિ : સરકારનો મહત્વનો નિર્ણય

આજે કેન્દ્રીય કેબિનેટની અપોઇમેન્ટ કમિટીએ આશિષ ભાટિયાને એક્સ્ટેંશન આપવાની મંજૂરી આપી છે. IPS આશિષ ભાટિયાની 31મી જુલાઈ 2020ના રોજ રાજ્ય પોલીસ વડા તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.  IPS આશિષ ભાટિયા 1985 બેંચના IPS અધિકારી છે.  ઉલ્લખેનીય છે કે આશિષ ભાટિયા બાદ અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ 1987 બેચના ભારતીય પોલીસ સેવાના અધિકારી ડીજીપી બને તેવી પુરી શકયતા હતી, શ્રીવાસ્તવ સ્વભાવે મૃદુ અને તમામ સ્શિતિમાં અનુકુળ આવે તેવા અધિકારી છે, પરંતુ તેઓ ડીજીપી બને નહીં માટે છેલ્લાં લાંબા સમયથી ચોક્કસ લોબી તેમના વિરોધમાં પ્રચાર કરી હતી, ભારતીય પોલીસ સેવામાં જોડાયેલા કોઈ પણ અધિકારીનું એક સ્વપ્ન તો ચોક્કસ હોય છે કે તે પોલીસના સર્વોચ્ચ પદ ડીજીપી સુધી પહોંચે, પરંતુ હવે આશીષ ભાટીયાને એકશટેન્શન મળતા આઠ મહિના સુધી સંજય શ્રીવાસ્તવને ડીજીપી બનવા ઉપર બ્રેક વાગી છે.ઉપરાંત ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચુંટણી થશે તેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવાની જવાબદારી આશિષ ભાટિયાની રહે તેવો અંદાજ કરવામાં આવી રહ્યો છે.


123

આ પણ વાંચો : કોસિયા નાકા પાસે ગમખ્વાર અકસ્માત એકજ પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત