Not Set/ ધનતેરસના દિવસે ઘરમાં લાવો આટલી વસ્તુ ….. ચમકશે તમારુ ભાગ્ય

ધનતેરસના દિવસે માતા લક્ષ્‍મીજીની પૂજા કરવામાં આવે છે અને ધનના દેવતા કુબેરની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ધનતેરસ સુખ-સમૃદ્ધિ અને ધનની યોગનું પર્વ માનવામાં આવે છે. તેમજ આયુર્વેદના દેવતા ધન્વંતરીની પણ પૂજા કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે શરીરનું સુખ એ જ મોટું ધન છે. ધનતેરસ કાર્તિક માસની ત્રયોદશીના દિવસે આવે છે. […]

Top Stories Gujarat
वैभव लक्ष्मी व्रत ધનતેરસના દિવસે ઘરમાં લાવો આટલી વસ્તુ ..... ચમકશે તમારુ ભાગ્ય

ધનતેરસના દિવસે માતા લક્ષ્‍મીજીની પૂજા કરવામાં આવે છે અને ધનના દેવતા કુબેરની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ધનતેરસ સુખ-સમૃદ્ધિ અને ધનની યોગનું પર્વ માનવામાં આવે છે. તેમજ આયુર્વેદના દેવતા ધન્વંતરીની પણ પૂજા કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે શરીરનું સુખ એ જ મોટું ધન છે.

ધનતેરસ કાર્તિક માસની ત્રયોદશીના દિવસે આવે છે. આ દિવસોમાં ઘરને સાફ સફાઈ કરીને રાખવું. તેમજ સાંજના સમયે મા લક્ષ્‍મી પૂજા-અર્ચના કરવામાં આવે છે. દીવા પ્રગટાવવામાં આવે છે.

હવે જોઈએ કે ધનતેરસના દિવસે આપણે કઇ વસ્તુની ખરીદી કરવી જોઈએ જેથી આપનું ભાગ્ય ચમકે..

1) ભગવાન ગણેશ અને લક્ષ્‍મીજીની મૂર્તિ ખરીદવી જોઈએ. જેથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. તેમજ પૂરા વર્ષ ધન અને અન્નની કમી આવતી નથી.

2) ધાતુનો સામાન એટ્લે કે સોના-ચાંદી પિતળની વસ્તુઓ ખરીદવી જોઈએ ધનતેરસના દિવસે સોના ચાંદી તેમજ ઘાતુનું વસ્તુ ખરીદવાથી ઘરમાં સદાય લક્ષ્‍મી બની રહે છે.

3) સ્ફટિકનુ શ્રી યંત્ર લાવવાથી લક્ષ્‍મી ઘર તરફ આકર્ષિત થાય છે. તેમજ લક્ષ્‍મી પૂજન વખતે તેની પણ પૂજા કરવી. પૂજા પછી શ્રી યંત્ર ને કેસરી કલર ના કપડામાં બાંધીને તિજોરીમાં રાખવુ.

4) સાવરણી (ઝાડુ)ને લક્ષ્‍મીનું પ્રતિક માનવામાં આવે છે દિવાળીના દિવસે નવી સાવરણી ખરીદવાથી નકારાત્મક ઉર્જા દૂર જાય છે.

5) કોડીને ઘરમાં રાખવાથી ધનનો અભાવ રહેતો નથી. તેથી ધનતેરસના દિવસે કોડી ખરીદીને ઘરે લાવી. અને લક્ષ્‍મી પૂજા વખતે સમાવેશ કરવો. પૂજા પછી આ કાર્યોને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં અથવા તો ધન સ્થાન પર રાખી દેવુ. જેથી ધનની કમી નહી આવે.

6) શંખ સુખ-સમૃદ્ધિ અને શાંતિનુ પ્રતિક છે. શંખને ઘરે લાવીને દિવાળી પૂજન વખતે વગાડવું. જેનાથી ઘરમાં લક્ષ્‍મીનું આગમન થશે.

7) દિવાળીના દિવસોમાં મીઠું ખરીદવા અને તેનો ઉપયોગ કરવાથી ધનનો અભાવ રહેતો નથી તેમજ મીઠાને પાણીમાં નાખીને તેનુ પોતું કરવાથી દરિદ્રતા દૂર થશે.

8) સૂકા ધાણા એ ધનનુ પ્રતીક છે. ધનતેરસના દિવસથી સૂકા ધાણા લાવવા છે. ધન સંપત્તિ પ્રાપ્ત થશે તેમજ આ સૂકા ધાણાને કુંડામાં તેમજ આંગણમા તેને રાખી દેવું.

9) કુબેરની મૂર્તિ અથવા તો તેની તસવીર ધનતેરસના દિવસે ધન સંપત્તિ પ્રાપ્ત થશે અને જે આપણે પૂજા કરીએ છીએ અથવા તો ધનના સ્થાન પર રાખી દેવુ.

10) ધનતેરસના દિવસે ગોમતી ચક્રનું ખુબ જ મહત્વ છે. તેની ધનતેરસના દિવસે તેની પૂજા કરીને તિજોરીમાં અથવા તો તેને ધારણ કરવાથી ધન પ્રાપ્ત થાય છે.

11) સાત મુખી રુદ્રાક્ષ નું ધનતેરસના દિવસે ખૂબ જ મહત્વ છે. સાત મુખી રુદ્રાક્ષ પૂજન કરવાથી મા લક્ષ્‍મીની સાથે ભગવાન શિવની પણ કૃપા બની રહેશે.

12) દીવા રાત્રિના સમયમાં દીવા કરવાથી આપણા જીવનમાં અંધકાર દૂર થશે.