Not Set/ સેલવાસમાં મેડિકલ કોલેજને મંજૂરી : 150 બેઠક સાથે આ વર્ષથી મળશે પ્રવેશ

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં નાણાંમંત્રી અરુણ જેટલીએ ગુરૂવારે સેલવાસ મેડિકલ કોલેજને મંજુરીની જાહેરાત કરી હતી. 150 બેઠકો સાથે સેલવાસમાં મેડિકલ કોલેજને મંજુરી આપવામાં અાવતાં સ્થાનિક વિદ્યાર્થીઓને રાહત થશે. સેલવાસના સાયલી વિસ્તારમાં મેડિકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના ધોરણો મુજબ અઘત્તન મેડિકલ કોલેજનું નિર્માણ થશે. કુલ 16 એકર વિસ્તારમાં 63000 સ્ક્વેર મીટર બાંધકામ કરી અદ્યતન એકેડેમિક સુવિધા […]

Top Stories Gujarat Others
80754 સેલવાસમાં મેડિકલ કોલેજને મંજૂરી : 150 બેઠક સાથે આ વર્ષથી મળશે પ્રવેશ

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં નાણાંમંત્રી અરુણ જેટલી ગુરૂવારે સેલવાસ મેડિકલ કોલેજને મંજુરીની જાહેરાત કરી હતી. 150 બેઠકો સાથે સેલવાસમાં મેડિકલ કોલેજને મંજુરી આપવામાં અાવતાં સ્થાનિક વિદ્યાર્થીઓને રાહત થશે.

સેલવાસના સાયલી વિસ્તારમાં મેડિકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના ધોરણો મુજબ અઘત્તન મેડિકલ કોલેજનું નિર્માણ થશે. કુલ 16 એકર વિસ્તારમાં 63000 સ્ક્વેર મીટર બાંધકામ કરી અદ્યતન એકેડેમિક સુવિધા ધરાવતી આ કોલેજમાં 2 જેટલી ગર્લ્સ અને બોયઝ રહેઠાણ 24 કલાક લાયબેરી અને સ્ટાફ રહેઠાણ ઉપલબ્ધ કરાવશે.

છેલ્લા થોડા સમયથી સેલવાસને મેડિકલ કોલેજ મંજુરી મળે તેવા પ્રયાસો ચાલી રહ્યાં હતાં. ગુરૂવારે કેન્દ્રીય કેબિનેટ જાહેરાત કરતાં સેલવાસના લોકોની માગણી સંતોષાઇ છે.

આ મંજૂરી મળવાથી ડોકટરોની ઉપલબ્ધિ વધી તંગી દૂર થશે. બંને સંઘપ્રદેશોના આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોના લોકોને લાભ થશે. ગ્રામ્ય વિસ્તારની સ્વાસ્થ્ય સુવિધા સુધરશે.