Not Set/ દારૂડિયાએ એવો કર્યો તમાશો કે પોલીસ પણ જોતી રહી ગઈ

ધાનેરા, ધાનેરા પોલીસ મસ મોટા દાવા કરતી રહે છે પણ દારૂડિયા બિન્દાસ દારૂ પી ને લોકો નું મનોરંજન પૂરું પડતા જોવા મળી રહ્યા છે બસ સ્ટેન્ડ અને નગર પાલિકા સામે કાલે દારૂબંધી ના ઉડાવ્યા ધજિયા… આમ તો ગુજરાત માં દારૂબંધી છે પણ ધાનેરા માં દારૂડિયા હર બીજા દિવસે નાટક કરતા જોવા મળી રહ્યા છે જે […]

Top Stories Gujarat Others
eoe 6 દારૂડિયાએ એવો કર્યો તમાશો કે પોલીસ પણ જોતી રહી ગઈ

ધાનેરા,

ધાનેરા પોલીસ મસ મોટા દાવા કરતી રહે છે પણ દારૂડિયા બિન્દાસ દારૂ પી ને લોકો નું મનોરંજન પૂરું પડતા જોવા મળી રહ્યા છે બસ સ્ટેન્ડ અને નગર પાલિકા સામે કાલે દારૂબંધી ના ઉડાવ્યા ધજિયા…

આમ તો ગુજરાત માં દારૂબંધી છે પણ ધાનેરા માં દારૂડિયા હર બીજા દિવસે નાટક કરતા જોવા મળી રહ્યા છે જે ખુલ્લેઆમ જાહેર રસ્તા માં નાટક કરતા હોય છે અને લોકો નું મનોરંજન કરતા પણ જોવા મળી રહ્યા છે જાહેર સ્થળે આવા દારૂડિયા સામે પોલીસ કડક હાથે કામ ન લેતી હોવાથી લોકો માં પોલીસ ની કામગીરી બાબતે શંકા ઉભી થવા પામી છે કે આવા લોકો ને ચાર ચાર પોલીસ જવાનોએ ભેગા મળી ને ઉભા કરવાનો વારો આવે છે તો કેટલો બેભાન હશે આવા દારૂડિયા.

એવું નથી કે ધાનેરા પોલીસ જાણતી નથી પણ જાણી જોઈ ને આંખ આડા કાન કરી રહી છે વારંવાર મીડિયા માં આવવા છતાં પણ ધાનેરા પોલીસની ઊઘ ઊડતી નથી જાહેર રસ્તા અને જાહેર સ્થળો પર આવા લોકો ને કારણે મહિલાઓ પણ મુશ્કેલી મુકાય છે છતાં પણ સબ સલામતનો દાવો ધાનેરા પોલીસ કરી રહી છે હર હમેશ સતર્ક રહેવાનો દાવો કરતી પોલીસ આમ કેમ નિષ્ક્રિય રહે છે એ પણ એક સવાલ બની રહ્યો છે કે પછી ધાનેરા પોલીસ કોઈ મોટા લઠ્ઠાકાંડની રાહ જોઈ ને બેઠી છે હવે જોવાનું એ રહ્યું કે બનાસકાંઠા ના એસ પી સાહેબ અને થરાદ એ એસ પી સાહેબ ધાનેરા પોલીસ ના કાન મરડી ને ક્યારે જગાડે છે એ તો આવનારો સમય જ બતાવશે.