Not Set/ દારૂના નશામાં યુવક મોબાઈલ ટાવર પર ચડ્યો,પછી એવો થયો તમાશો કે….

સુરતના સિંગણપોર ચાર રસ્તા પાસે હાઈ વોલ્ટેજ ડ્રામાં જોવા મળ્યો છે અહીં એક યુવક દારૂના નશામાં ધુત થઈને 70 ફૂટના મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો. જો કે આ મામલાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચેલ ફાયર વિભાગે યુવકને સહી સલામત નીચે ઉતાર્યો હતો. અને હાલ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. […]

Gujarat Surat
A 9 દારૂના નશામાં યુવક મોબાઈલ ટાવર પર ચડ્યો,પછી એવો થયો તમાશો કે....

સુરતના સિંગણપોર ચાર રસ્તા પાસે હાઈ વોલ્ટેજ ડ્રામાં જોવા મળ્યો છે અહીં એક યુવક દારૂના નશામાં ધુત થઈને 70 ફૂટના મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો. જો કે આ મામલાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચેલ ફાયર વિભાગે યુવકને સહી સલામત નીચે ઉતાર્યો હતો. અને હાલ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર સુરતના સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલી ઝુપડપટ્ટીમાં રહેતો દિનેશ કાના (35) છુટક મજુરી કામ કરે છે. આજે સવરે દિનેશ દારૂના નશા ધુત થઇને સિંગણપોર ચાર રસ્તા નજીક આવેલા 70 ફૂટના મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો. દિનેશને ટાવર પર જોઈને લોકો એકઠા થઇ ગયા હતા.

બાદમાં ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી. જે બાદ  ફાયર ઓફિસર અને  ફાયરના જવાનોની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ભારે જહેમત બાદ હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી દિનેશને ટાવર પરથી નીચે ઉતારવામાં સફળતા મળી હતી.

એવું પણ જાણવા મળી રહ્યું છે કે દિનેશની માનસિક સ્થિતિ સારી નથી જેથી તે ટાવર પર ચડી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.