Not Set/ પાટણ/ ત્રણ સંતાન ધરાવતા પાલિકાના આ સભ્યની થઈ ધરપકડ,ચૂંટણીમાં ખોટી આપી હતી માહિતી

પાટણ નગરપાલિકાના સભ્યની માની ના શકાય એવા કારણસર ધરપકડ થઈ છે.ચૂંટણી સમયે ત્રીજા સંતાનની ખોટી માહિતી આપવા બદલ પાટણ પોલીસે પાટણ નગરપાલિકાના સદસ્ય દિનેશભાઇ પટણી અને તેમની પત્નીની પોલિસે ધરપકડ કરી હતી. વિગત જોઈએ તો 2015માં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ તેમાં પાટણ નગર સેવા સદનની પણ ચૂંટણી યોજાઈ હતી. જેમાં વોર્ડ નં. 11 […]

Gujarat Others
Untitled 67 પાટણ/ ત્રણ સંતાન ધરાવતા પાલિકાના આ સભ્યની થઈ ધરપકડ,ચૂંટણીમાં ખોટી આપી હતી માહિતી

પાટણ નગરપાલિકાના સભ્યની માની ના શકાય એવા કારણસર ધરપકડ થઈ છે.ચૂંટણી સમયે ત્રીજા સંતાનની ખોટી માહિતી આપવા બદલ પાટણ પોલીસે પાટણ નગરપાલિકાના સદસ્ય દિનેશભાઇ પટણી અને તેમની પત્નીની પોલિસે ધરપકડ કરી હતી.

વિગત જોઈએ તો 2015માં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ તેમાં પાટણ નગર સેવા સદનની પણ ચૂંટણી યોજાઈ હતી. જેમાં વોર્ડ નં. 11 માં કોર્પોરેટર તરીકે દિનેશભાઈ સેંધાભાઈ પટણીએ ઉમેદવારી કરી હતી અને તેઓ ચુંટાયા હતા. જોકે આ ઉમેદવારીમાં જે ફોર્મમાં વિગતો ભરી હતી તેમાં ત્રીજા સંતાનની માહિતી છુપાવી હતી અને જન્મ તારીખમાં સુધારા વધારા કર્યા હતા.

દિનેશભાઈએ કરેલી આ ભૂલ અહીં રહેતા મતદાર ઈશ્વરભાઈ રગનાથભાઈ પટણીએ પાટણ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા આઈપીસી 465-467 કલમ  મુજબ ગુના નં 71-16 મુજબ પોલીસે ગુનો નોંધ્યો હતો.

જો કે પોતાની સામે થયેલી ફરિયાદ રદ કરવા માટે દિનેશભાઈ પટણીએ  ગુજરાત હાઈકોર્ટમાં ક્વોશીંગ પીટીશન દાખલ કરી હતી. જેમાં એફઆઈઆર રદ્ કરવા અને કોઈ કાનુની  કાર્યવાહી નહીં કરવા જણાવતા આ કેસ હાઈકોર્ટમાં ચાલી ગયેલ અને એફઆઈઆર રદ્ કરવાની અરજી કોર્ટે ફગાવી દીધી તી.

રાત્રીના સમયે દિનેશ પટણી અને તેમની પત્નીની ધરપકડ  કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.