Not Set/ સુરત/ LICમાં સરકારનો હિસ્સો વેચવાની દરખાસ્તનો કર્મચારીઓ દ્વારા વિરોધ

બજેટમાં નાણામંત્રીએ LICનો આંશિક હિસ્સો વેચવાની જાહેરાત કરી દીધી. જેની સીધી અસર LICના કર્મચારીઓ ઉપરર પડશે. જેના પગલે LIC કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.સુરત શહેરમાં LIC કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કરીને કેન્દ્ર સરકારની નીતિઓનો વિરોધ કર્યો. કેન્દ્ર સરકારે પોતાના બજેટમાં LIC પર IPO લાવવાની જાહેરાત કરી હતી. જે બાદથી LIC કર્મચારીઓએ વિરોધ કરવાનું શરૂ કરી […]

Gujarat Surat
Untitled 11 સુરત/ LICમાં સરકારનો હિસ્સો વેચવાની દરખાસ્તનો કર્મચારીઓ દ્વારા વિરોધ

બજેટમાં નાણામંત્રીએ LICનો આંશિક હિસ્સો વેચવાની જાહેરાત કરી દીધી. જેની સીધી અસર LICના કર્મચારીઓ ઉપરર પડશે. જેના પગલે LIC કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.સુરત શહેરમાં LIC કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કરીને કેન્દ્ર સરકારની નીતિઓનો વિરોધ કર્યો.

કેન્દ્ર સરકારે પોતાના બજેટમાં LIC પર IPO લાવવાની જાહેરાત કરી હતી. જે બાદથી LIC કર્મચારીઓએ વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે.વિરોધના પગલે કર્મચારીઓ કામથી અળગા રહ્યા હતા.

એલઆઇસીમાંનો સરકારી માલિકીનો હિસ્સો પબ્લિક ઓફર દ્વારા વેચી દેવાની નાણાં મંત્રીએ બજેટમાં કરેલી દરખાસ્ત સામે એલઆઇસી કર્મચારીઓમાં વિરોધનો ગણગણાટ ઊઠયો છે.આજે એલઆઇસી શાખા ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

સરકારના નિર્ણયના વિરોધમાં તમામ શાખાઓમાંથી કર્મચારીઓ-અધિકારીઓ એક કલાકની વોકઆઉટ સ્ટ્રાઈક કરી હતી.કર્મચારીઓ લંચ બ્રેક પહેલા એક કલાક માટે વોક આઉટ સ્ટ્રાઈક કરી સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. અત્યારે ભારત સરકાર એલઆઈસીમાં એકસો ટકા માલિકી હક્ક ધરાવે છે.

એલઆઇસી ગૌરવપૂર્ણ રીતે ભારત સરકારને તેના બજેટના લગભગ 25 ટકા જેટલો હિસ્સો પૂરો પાડે છે. વળી, વીમા ધારકોની ઘરેલુ બચત મૂડીનું સર્જન કરી રહી છે અને એ મૂડીનો ઉપયોગ દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યો છે.છતાં સરકાર તેને ખાનગીકરણ કરી રહ્યું છે જેનો ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે.

આ વિરોધમાં સુરત ડિવિઝનમાં મુખ્ય ડિવિઝનલ ઓફિસ સહિત 21 શાખાઓ છે અને 2260 જેટલા કર્મચારીઓ એલઆઇસી સાથે જોડાયેલાં છે.જે તમામ વિરોધમાં જોડાયા હતા.અને જો સરકાર નિર્ણય પાછો નહીં લેશે તો આગામી દિવસોમાં આમરણાંત ઉપવાસ ,LIC ના તમામ ગ્રાહકોને વિરોધમાં જોડાવાની  અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.