Not Set/ ૪ ગામના બાળકોને ભણાવવા માટે ખેડૂતે લાખો રૂપિયાની જમીન દાનમાં આપી દીધી, જાણો શું છે કારણ

વેરાવળ, ગિર-સોમનાથ જિલ્લાનાં વેરાવળ પાસે આવેલા ઇણાજ ગામની સીમશાળા અતિ જર્જરિત હાલતમાં છે. આ જર્જરિત શાળામાં બાળકોને ભણવું પણ જોખમી બન્યું છે, ત્યારે આ હાલત જોઇને ઇણાજનાં માત્ર ૭ ધોરણ ભણેલા યુવા ખેડૂતે આસપાસનાં ૪ ગામનાં બાળકો ભણી શકે એ માટે પોતાની ૪ વીઘા જમીનમાંથી અડધો વીઘો જમીન દાનમાં આપી દીધી છે. ત્યારબાદ સરકારે પણ અહીં સીમશાળા બનાવવા તાકીદે બિલ્ડીંગ બનાવી […]

Gujarat Others Trending
veraval farmer 1 ૪ ગામના બાળકોને ભણાવવા માટે ખેડૂતે લાખો રૂપિયાની જમીન દાનમાં આપી દીધી, જાણો શું છે કારણ

વેરાવળ,

ગિર-સોમનાથ જિલ્લાનાં વેરાવળ પાસે આવેલા ઇણાજ ગામની સીમશાળા અતિ જર્જરિત હાલતમાં છે. આ જર્જરિત શાળામાં બાળકોને ભણવું પણ જોખમી બન્યું છે, ત્યારે આ હાલત જોઇને ઇણાજનાં માત્ર ૭ ધોરણ ભણેલા યુવા ખેડૂતે આસપાસનાં ૪ ગામનાં બાળકો ભણી શકે એ માટે પોતાની ૪ વીઘા જમીનમાંથી અડધો વીઘો જમીન દાનમાં આપી દીધી છે. ત્યારબાદ સરકારે પણ અહીં સીમશાળા બનાવવા તાકીદે બિલ્ડીંગ બનાવી દીધું છે.

હકીકતમાં વેરાવળ પાસેનાં ઇણાજ ગામની સીમશાળા અતિ જર્જરિત હાલતમાં છે. આ શાળાના ૬૦ બાળકો અડધા ઓરડામાં અને અડધા ખેતરમાં બેસીને અભ્યાસ કરે છે, ત્યારે આ હાલત માત્ર ૪ વીઘા જમીન ધરાવતા લખુભાઇ સોલંકી નામનાં યુવાન ખેડૂતનાં ધ્યાને આવી. ત્યારબાદ તેઓએ શાળાનાં આચાર્ય તેમજ ગામનાં સરપંચ અને તંત્ર સમક્ષ વ્યક્ત કરી કે,  હું મારી સાડા ચાર વીઘા જમીનમાંથી શાળા માટે જોઇએ એટલી જમીન દાનમાં આપવા માંગું છું.

લખુભાઇ સોલંકી કહે છે કે, હું ભણતો એ વખતે શિક્ષણનું મહત્વ ન હોતું. આથી હું માત્ર ૭ ધોરણ ભણ્યો છું. મને જાણ થઈ કે જર્જરિત સોનપાટ સીમશાળા માટે કોઈ જગ્યા આપવા તૈયાર નહોતું. મારી પાસે સાડા ચાર વીઘા જગ્યા હતી. એમાંથી અડધો વીઘો જમીન દાનમાં આપી અને હજુ વધુ જમીન જોઈશે તો પણ આપીશ.

લખુભાઇની જમીન પણ ગિર-સોમનાથ સેવા સદનની નજીકમાં આવેલી છે. આથી તેની બજાર કિંમત રૂ. ૧૨ થી ૧૩ લાખ થવા જાય છે. આચાર્યે તેમની દરખાસ્ત તંત્રને મોકલી આપી અને લખુભાઇની ૪ વીઘામાંથી બિલ્ડીંગ બનાવવાની કામગિરી શરૂ કરાઇ છે. અહીં ટૂંક સમયમાંથી સીમશાળા માટેનું ૩માળનું બિલ્ડીંગ કાર્યરત થઇ જશે.

મહત્વની વાત એ છે કે, લખુભાઇ પોતે માત્ર ૭ ચોપડી ભણ્યા છે પણ બીજાના બાળકો ભણે એ માટે તેમણે ભૂમિદાન કર્યું છે. આજે ૫૦-૧૦૦ વીઘા જમીન ધરાવતા લોકોને પણ ન આવે એવા ઉમદા વિચારને લીધે તાજેતરમાં લખુભાઇનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું.