Not Set/ એક્સપ્રેસ હાઈવે પર ફાયરીંગ મામલો, એક આરોપીની ધરપકડ

નડીયાદ, નડિયાદમાં એક્સપ્રેસ હાઈવે પર ફાયરીંગમાં કારચાલકનું મોત નીપજ્યુ છે. અજાણ્યા શખ્સો કારચાલક પર ફાયરીંગ કરી ફરાર થઇ ગયા હતા. કારચાલકના શરીર પર ફાયરીંગ અને ચપ્પાના ઘાના નિશાન મળ્યા હતા. કારમાંથી ફાયરીંગ થયેલ બુલેટની ખાલી કારતૂસ પણ મળી આવી હતી. મૃતકની ઓળખ સંજય તારાચંદ ચેંગ તરીકે થઈ છે. ચેંગ વડોદરાની એશિયન ગ્રીનીટો કંપનીના જનરલ મેનેજર […]

Top Stories Gujarat
ahmedabad 6 એક્સપ્રેસ હાઈવે પર ફાયરીંગ મામલો, એક આરોપીની ધરપકડ

નડીયાદ,

નડિયાદમાં એક્સપ્રેસ હાઈવે પર ફાયરીંગમાં કારચાલકનું મોત નીપજ્યુ છે. અજાણ્યા શખ્સો કારચાલક પર ફાયરીંગ કરી ફરાર થઇ ગયા હતા. કારચાલકના શરીર પર ફાયરીંગ અને ચપ્પાના ઘાના નિશાન મળ્યા હતા. કારમાંથી ફાયરીંગ થયેલ બુલેટની ખાલી કારતૂસ પણ મળી આવી હતી.

13cb1ded 5690 42ff 8320 e644590b6176 એક્સપ્રેસ હાઈવે પર ફાયરીંગ મામલો, એક આરોપીની ધરપકડ

મૃતકની ઓળખ સંજય તારાચંદ ચેંગ તરીકે થઈ છે. ચેંગ વડોદરાની એશિયન ગ્રીનીટો કંપનીના જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા અને વડોદરાના રહેવાસી હતા. નડિયાદમાં તેમની સાસરી હતી.

a1950346 ff56 4bd7 bd3a 9fbd4b5ac92f એક્સપ્રેસ હાઈવે પર ફાયરીંગ મામલો, એક આરોપીની ધરપકડ

ગતરોજ રાત્રે તેઓ નડિયાદથી વડોદરા ગયા હતા અને આજે વહેલી સવારે વડોદરાથી નડિયાદ પરત ફરતા વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવેથી બહાર નીકળતા 200 મીટરની દુરી પર 3 થી 4 અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી અને ચપ્પા ના ઘા મારી તેમની હત્યા કરી નાખી હતી અને ઘટના સ્થળેથી ફરાર થતા આરોપીઓ માંથી 1ની ધરપકડ કરી લેવામાં આવી છે. અક્ષર ટાઉનશિપના રહેવાસીઓને આ આરોપીની હિલચાલ શંકાસ્પદ લાગતા લોકોએ તેને અટકાવીને ઢોર માર મારી પોલીસના હવાલે કરેલ છે.