AHMEDABAD NEWS/ ગુજરાતના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી

ગુજરાતના રાજ્યકક્ષાના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી છે. તેમને છાતીમાં દુઃખાવો થતાં અને અચાનક જ તેમનું બ્લડપ્રેશર વધી જતા તેમને અમદાવાદ લાવીને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Gujarat Gandhinagar Breaking News
Beginners guide to 7 1 ગુજરાતના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી

Ahmedabad News: ગુજરાતના રાજ્યકક્ષાના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી છે. તેમને છાતીમાં દુઃખાવો થતાં અને અચાનક જ તેમનું બ્લડપ્રેશર વધી જતા તેમને અમદાવાદ લાવીને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની ત્યાં સારવાર ચાલી રહી છે. હાલમાં તેમનો એમઆરઆઇ સ્કેન કરાવાઈ ચૂક્યો છે અને બીજા પરીક્ષણો પણ જારી છે.

ભીખુસિંહ પરમારનું જીવન અને રાજકીય સફર ત્યંત સંઘર્ષમય રહેલી છે. તેમણે રાજકીય કારકિર્દી શરૂ કર્યાના 27 વર્ષ પછી વિધાનસભ્ય પદ મેળવ્યુ હતુ. તેઓ 1995માં પહેલી વખત મોડાસા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા.

તેના પછી 2002ની વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે અને 2007માં બસપાની ટિકિટ પરથી મોડાસા બેઠક પરથી વિધાનભ્યપદની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. પણ તે સમયે પણ મોદીના જુવાળમાં તે ચૂંટણી હારી ગયા હતા. તેના પછી તે ભાજપમાં ભળ્યા હતા અને 2017ની ચૂંટણીમાં ભાજપે તેમને મોડાસા બેઠક પરથી ભીખુસિંહ પરમારને ટિકિટ આપી હતી, પરંતુ તે 1,640 મતથી હારી ગયા હતા. તેના પછી ભાજપે ફરીથી 2022માં તેમને મોડાસાની ચૂંટણીમાં તક આપી હતી અને આ વખતે તે જીતીને 27 વર્ષની રાજકીય કારકિર્દીમાં પહેલી વખત વિધાનસભ્ય બન્યા હતા. તેની સાથે તેમને મંત્રીપદ પણ મળ્યું હતું. તેઓ કેબિનેટમાં રાજ્યકક્ષાના મંત્રી અને અન્ન નાગરિક પુરવઠા વિભાગના મંત્રી બન્યા છે.

તેઓએ રાજકારણમાં ઝંપલાવ્યુ તે પહેલા હેલ્પર તરીકે નોકરી કરી હતી, જેમા તેઓ સાફસફાઈની કામગીરી કરતા હતા. ત્રણ વર્ષ સુધી નોકરી કર્યા બાદ હેલ્પરની નોકરી છોડી દીધી હતી. આ ઉપરાંત તેમણે આરોગ્ય વિભાગના દવા છંટકાવ કરવા હંગામી ધોરણે કામ કર્યુ હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનાગઢમાં ઓઝત નદીમાંથી સિંહનો મૃતદેહ મળ્યો

આ પણ વાંચો:ભૂજમાં થયેલી લૂંટના સીસીટીવી સામે આવ્યા

આ પણ વાંચો:જમીનોના કાળાધોળા સામે વડોદરાના ધારાસભ્યની જ ગંભીર ફરિયાદ