Not Set/ મિત્રએ કરી મિત્રની હત્યા, લાકડી વડે ઢોર માર મારતા થયું મોત

ભાવનગર, ભાવનગરના ઘોઘા તાલુકાના કણકોકટ ગામે ગત મોડી રાત્રે શબ્બીર નામના યુવકને તેનાજ મિત્રોએ વડે લાકડીથી ઢોર માર મારતા મોત નિપજ્યું હતું. ઘેટા બકરા ચરાવનાર શબ્બીર મવરને રાત્રીના સમયે તેના મિત્રો દ્વારા ફોન કરીને બોલાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને નજીકના ડુંગરો પાસે લઈ જઈ તેના પર લાકડી વડે હુમલો કરવામાં આવ્ય હતો. મળતી માહિતી […]

Gujarat Trending
patidar 4 મિત્રએ કરી મિત્રની હત્યા, લાકડી વડે ઢોર માર મારતા થયું મોત

ભાવનગર,

ભાવનગરના ઘોઘા તાલુકાના કણકોકટ ગામે ગત મોડી રાત્રે શબ્બીર નામના યુવકને તેનાજ મિત્રોએ વડે લાકડીથી ઢોર માર મારતા મોત નિપજ્યું હતું.

ઘેટા બકરા ચરાવનાર શબ્બીર મવરને રાત્રીના સમયે તેના મિત્રો દ્વારા ફોન કરીને બોલાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને નજીકના ડુંગરો પાસે લઈ જઈ તેના પર લાકડી વડે હુમલો કરવામાં આવ્ય હતો.

મળતી માહિતી મુજબ વરસાદમાં બકરા માટેનો ઘાસચારો પલળી ન જાય અને તેને પ્લાસ્ટિકથી ઢાંકી દેવા માટે શબ્બીરને ત્યાં બોલાવતા શબ્બીર ત્યાં ગયો હતો. ત્યાંથી આ બંને મિત્રો શબ્બીરને ભીકડા ગામના ડુંગરોમાં લઇ જઈ તેના પર લાકડીઓ વડે તૂટી પડ્યા હતા. આ બનાવની જાણ થતા તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ગંભીર ઈજાને કારણે તેનું શરીર કાળુ પડી ગયું હતુ અને તેનું મોત નિપજ્યું હતું.

શબ્બીરને કયાં કારણો સર માર મારવામાં આવ્યો તે હજુ બહાર આવ્યું નથી. હાલતો પોલીસે શબ્બીરના પિતાની ફરિયાદના આધારે કલમ 302 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.