Not Set/ ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય વિધિવત રીતે ભાજપામાં જોડાઇ કરશે કેસરીયા

ગાંધીનગર, કોંગી નેતાઓની ભાજપમાં જોડાવાની નીતિનો દોર યથાવત છે. જવાહર ચાવડા જેવા દિગ્ગજ નેતાએ કોંગ્રેસને રામરામ કહ્યા બાદ વધુ એક નેતા ભાજપમાં જોડાશે. ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોતમ સાબરીયા વિધિવત રીતે ભાજપમાં જોડાઇને કેસરીયા કરશે. ધ્રાંગધ્રાના પૂર્વ MLA પરસોત્તમ સાબરિયા ગાંધીનગર પહોંચશે, અને ત્યાં પ્રદેશ કાર્યાલય ખાતે ઉપાધ્યક્ષ આઈ કે જાડેજા અને મહામંત્રી કે સી પટેલની […]

Top Stories Gujarat
mantavya 216 ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય વિધિવત રીતે ભાજપામાં જોડાઇ કરશે કેસરીયા

ગાંધીનગર,

કોંગી નેતાઓની ભાજપમાં જોડાવાની નીતિનો દોર યથાવત છે. જવાહર ચાવડા જેવા દિગ્ગજ નેતાએ કોંગ્રેસને રામરામ કહ્યા બાદ વધુ એક નેતા ભાજપમાં જોડાશે. ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોતમ સાબરીયા વિધિવત રીતે ભાજપમાં જોડાઇને કેસરીયા કરશે.

ધ્રાંગધ્રાના પૂર્વ MLA પરસોત્તમ સાબરિયા ગાંધીનગર પહોંચશે, અને ત્યાં પ્રદેશ કાર્યાલય ખાતે ઉપાધ્યક્ષ આઈ કે જાડેજા અને મહામંત્રી કે સી પટેલની હાજરીમાં ભગવો ધારણ કરશે.

તમને જણાવી દઇએ કે, ધ્રાંગધ્રાના પૂર્વ MLA પરસોત્તમ સાબરિયાએ થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ હતું,

ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજા તથા પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં બપોરે ૧૨ કલાકે વિધિવત રીતે ભાજપામાં જોડાશે