Not Set/ PM મોદી દેશની પ્રથમ ડીજીટલ હોસ્પિટલનું કરશે ઉદ્ઘાટન,જાણીલો મુલાકાતનું સંપૂર્ણ લિસ્ટ

અમદાવાદ દેશના વડાપ્રધાન પીએમ મોદી ગુરુવારે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ અને સાયન્સનું ઉદ્ઘાટન કરશે. આ એસવીપી હોસ્પિટલમાં દુનિયાની વર્લ્ડ ક્લાસ સગવડતાઓ છે. એટલું જ નહી પરંતુ આ હોસ્પિટલ ભારતની પ્રથમ ડીજીટલ પેપરલેસ હોસ્પિટલ છે.શુક્રવારથી વાઈબ્રન્ટ ગુજરાત સમીટ ૨૦૧૯ પણ શરુ થવા જઈ રહી છે.  PM મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેમાં 17 જાન્યુઆરીએ ગાંધીનગરમાં ગ્લોબલ […]

Ahmedabad Top Stories Gujarat
mantavya 278 PM મોદી દેશની પ્રથમ ડીજીટલ હોસ્પિટલનું કરશે ઉદ્ઘાટન,જાણીલો મુલાકાતનું સંપૂર્ણ લિસ્ટ

અમદાવાદ

દેશના વડાપ્રધાન પીએમ મોદી ગુરુવારે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ અને સાયન્સનું ઉદ્ઘાટન કરશે. આ એસવીપી હોસ્પિટલમાં દુનિયાની વર્લ્ડ ક્લાસ સગવડતાઓ છે. એટલું જ નહી પરંતુ આ હોસ્પિટલ ભારતની પ્રથમ ડીજીટલ પેપરલેસ હોસ્પિટલ છે.શુક્રવારથી વાઈબ્રન્ટ ગુજરાત સમીટ ૨૦૧૯ પણ શરુ થવા જઈ રહી છે.

 PM મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેમાં 17 જાન્યુઆરીએ ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે. ત્યારબાદ અમદાવાદમાં વી એસ હોસ્પિટલના નવા સંકુલનું લોકાર્પણ કરશે.તેમજ 18 જાન્યુઆરીના ગાંધીનગરમાં યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદઘાટનમાં હાજરી આપશે અને આંતરરાષ્ટ્રીય મહાનુભાવો સાથે બેઠક કરશે. તથા રાજ્ય સરકારની અનેક યોજનાઓનું લોકાર્પણ કરશે.

17 જાન્યુઆરીનો કાર્યક્રમની વાત કરીએ તો

– બપોરે 12.25 કલાકે દિલ્લીથી અમદાવાદ આવવા રવાના.

– બપોરે 1.55 કલાકે અમદાવાદ એરપોર્ટ ઉપર આગમન.

– એરપોર્ટથી ગાંધીનગર હેલિકોપ્ટર મારફતે પહોંચશે.

– 2.20એ ગાંધીનગર હેલીપેડ પર PMનું આગમન.

– 2.25 વાગે બપોરે ગ્લોબલ ટ્રેડ શો સેકટર 17 ખાતે આગમન.

– 2.30થી 3.30 સુધી આંહી ઉદઘાટન અને મુલાકાત.

– 3.35 વાગે બાય રોડ અમદાવાદ જવા રવાના.

– 4 વાગે વી એસ હોસ્પિટલ પહોંચશે.

– 4થી 5.15 સુધી વી એસ હોસ્પિટલના નવા સંકુલનો લોકાર્પણ સમારોહ, સુવિધાઓ નિહાળશે.

– 5.20 વાગે વી એસ હોસ્પિટલથી વલ્લભ સદન રિવરફ્રન્ટ રવાના.

– 5.30થી 6.30 સાંજે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદઘાટન.

– 6.35 વાગે ગાંધીનગર માટે રવાના.

– 7.00 વાગે સાંજે મહાત્મા મંદિર પહોંચશે.

– 7.30 સુધી પી એમ લૌંજમાં આરક્ષિત સમય.

– 7.30થી 9 રાત્રે મહાનુભાવો સાથે વિચાર વિમર્શ.

– 9.05 વાગે રાત્રે મહાત્મા મંદિરથી રાજભવન રવાના.

– 9.15થી રાત્રી રોકાણ રાજભવન.

18 જાન્યુઆરીનો કાર્યક્રમ:

– 8.20 સવારે રાજભવનથી રવાના.

– 8.30 વાગે મહાત્મા મંદિર આગમન.

– 8.30થી 9.45 સુધી મહાનુભાવો સાથે વિચાર વિમર્શ.

– સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદઘાટન

સમારોહમાં હાજરી.

– બપોરે 1થી 1.30 આરક્ષિત સમય.

– 1.30થી બપોરે 2.30 લંચ.

– અઢી વાગ્યાથી સાંજના સાડા પાંચ વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય મહાનુભાવો

સાથે વન ટુ વન ટેબલ બેઠક.

– સાંજે 5:30થી 6:30 સુધી આંતરાષ્ટ્રીય ફંડના વડાઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક.

– સાંજે 6.40થી 7.20 સુધી દાંડી કુટીર ખાતે લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો’નો

પ્રારંભ કરાવશે.

– 7.30થી 8.30 મહાનુભાવો સાથે ગાલા ડિનર.

– 8.35 વાગે દાંડી કુટીરથી રાજભવન રવાના.

– 8.45 રાત્રે રાજભવન  પહોંચશે અને રાત્રિ રોકાણ

19 જાન્યુઆરીનો કાર્યક્રમ:

– સવારે 11 વાગે રાજભવનથી બાય રોડ અમદાવાદ એરપોર્ટ રવાના.

– 11.30 વાગે અમદાવાદ થી સુરત એરપોર્ટ રવાના.

– 12.25 બપોરે સુરત એરપોર્ટ આગમન.

– 12.25 વાગે હેલિકોપ્ટર દ્વારા સુરતથી સેલવાસ જવા રવાના.

તમને જણાવી દઈએ કે હવે ગુજરાતવાસીઓને SVP હોસ્પિટલને લીધે ઉત્તમ સારવાર મળી રહેશે અને બહાર જવાની જરૂર નહી પડે. પીએમ મોદી દ્વારા જે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે તેને બનાવવામાં ૭૫૦ કરોડ રૂપિયા અને મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ ૩૩૧ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

અમદાવાદના મ્યુનીસીપલ કમિશનર વિજય નેહરાએ બુધવારે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે વીએસ હોસ્પિટલનો ડોક્ટરનો સ્ટાફ એસવીપી હોસ્પિટલમાં નથી લાવવામાં આવ્યો. એસવીપી હોસ્પિટલ માટે યોગ્ય નવા જ ડોક્ટરની પસંદગી કરવામાં આવી છે અને આ હોસ્પિટલ અધ્યતન સુવિધાઓથી સજ્જ છે.