Not Set/ એવું તો શું થયું કે બે દિવસ વહેલા ખોલવા પડ્યા ગિરનાર પરિક્રમાના દરવાજા ?

ગિરનારમાં લીલી પરિક્રમાનો બે દિવસ બાદ એટલે કે 19 નવેમ્બરથી પ્રારંભ થયો છે. 19થી 23 નવેમ્બર સુધી યોજાનાર આ પરિક્રમા માટે ગિરનારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં છે. બે દિવસ પછી શરૂ થનારી પરિક્રમા માટે હાલ પરિસ્થિતિ એવી બની છે કે, અત્યારથી એટલે કે, શનિવારે દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. આજે ભવનાથમાં એક લાખ જેટલા […]

Top Stories Gujarat Others
img 4927 e1356967340528 એવું તો શું થયું કે બે દિવસ વહેલા ખોલવા પડ્યા ગિરનાર પરિક્રમાના દરવાજા ?

ગિરનારમાં લીલી પરિક્રમાનો બે દિવસ બાદ એટલે કે 19 નવેમ્બરથી પ્રારંભ થયો છે. 19થી 23 નવેમ્બર સુધી યોજાનાર આ પરિક્રમા માટે ગિરનારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં છે.

બે દિવસ પછી શરૂ થનારી પરિક્રમા માટે હાલ પરિસ્થિતિ એવી બની છે કે, અત્યારથી એટલે કે, શનિવારે દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. આજે ભવનાથમાં એક લાખ જેટલા પ્રવાસીઓ આવી જતા વન વિભાગ દરવાજા ખોલવા મજબૂર બન્યું હતું.

100 2409 e1542437217507 એવું તો શું થયું કે બે દિવસ વહેલા ખોલવા પડ્યા ગિરનાર પરિક્રમાના દરવાજા ?
mantavyanews.com

સમગ્ર દુનિયામાં પ્રસિદ્ધ એવી ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાની શરૂઆત દેવ દિવાળીની મધ્ય રાત્રિથી થતી હોય છે. પરંતુ ઉતાવળિયા પ્રવાસીઓ વહેલા આવી જતા હોય છે.

વન વિભાગે આ વખતે પરિક્રમાર્થીઓ માટે દરવાજા નહિ ખોલતા એક લાખ જેટલા યાત્રાળુઓએ ભવનાથમાં પડાવ નાખ્યો છે. જોકે પરિસ્થિતિ જોઈને વન વિભાગ દ્વારા આજે સવારે છ વાગ્યાથી પરિક્રમાનું પ્રવેશ ઇટવા દરવાજાને ખુલ્લા મૂકવામાં આવશે.

વન વિભાગના જણાવ્યા અનુસાર, સાધુ સંતો અને અધિકારીઓની હાજરીમાં વિધિવત રીતે ગિરનાર જંગલના પ્રવેશ દ્વાર ખોલવામાં આવશે.